અલ્પેશ કોંગ્રેસમાં જોડાતા બાયડ ઠાકોર સેનામાં ભંગાણ

Subscribe to Oneindia News

ચૂંટણી નજીક આવી જતા એક પક્ષમાંથી બીજા પક્ષમાં જોડાવાની ઘટનાઓ સતત વધી રહી છે થોડા દિવસો પહેલા જ અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયો હતો. જોકે અલ્પેશ કોંગ્રેસમાં જોડાતા બાયડ તાલુકાની ઠાકોર સેના રોષે ભરાઈ હતી. તેમણે મત વ્યક્ત કર્યો હતો કે અલ્પેશે આ યોગ્ય નથી કર્યું. અને આ આક્રોશ સાથે ઠાકોર સેનાના મંત્રી ચતુરસિંહે ભાજપનો ભગવો ધારણ કરી લીધો હતો. આ માટે ઉત્તર પ્રદેશના વાહન વ્યવહાર મંત્રી મહેન્દ્ર સિંહની હાજરીમાં રાખવામાં આવેલા એક સ્નેહ મિલન સમારંભમાં જ ચતુર સિંહ સહિતના 200 જેટલા ઠાકોર સેનાના કાર્યકરો પણ આ તકે ભાજપમાં જોડાઈ ગયા હતા.

Gujarat

અને બીજા કેટલાક ઠાકોર સેનાના કાર્યકરો પણ ભાજપમાં જોડાય તેવી શકયતા છે. જોકે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તો બીજી તરફ આ ઘટનાને ઠાકોર સેનામાં પડેલા ભંગાણ તરીકે જોવામાં આવી રહ્યું છે. ઠાકોર સેના દ્વારા અલ્પેશના કોંગ્રેસમાં જોડાવા મામલે વિરોધ પ્રદર્શન પણ થયા હતા. જો કે અલ્પેશે મોટી સંખ્યામાં ઠાકોરો તેની સાથે જે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આમ અલ્પેશ ઠાકોરને પણ કોંગ્રેસમાં જોડાણ મામલે વિરોધનો સામનો કરવો પડી રહ્યા છે.

English summary
Alpesh Thakor join Congress but his aids Chaturbhai join BJP.
Please Wait while comments are loading...