Video : અલ્પેશ ઠાકોરનું વિરોધ પ્રદર્શન,રસ્તામાં ઢોળ્યું દૂધ

અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનાએ કર્યો વિરોધ. અમદાવાદમાં રસ્તા પર દૂધ ઢોળી કર્યો ખેડૂતોના દેવા માફ કરવા કરી માંગણી.

અમદાવાદમાં પણ આજે એસજી હાઇવે પર ઠાકોર સેના અને અલ્પેશ ઠાકોર દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઠાકોર સમાજ દ્વારા અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં એસજી હાઇ વે પર દૂધ રસ્તા પર ઢોળીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે અલ્પેશ ઠાકોર અને તેના કાર્યકરોની અટક કરી છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં પણ કાપડ ઉદ્યોગના વેપારીઓએ જીએસટી સામે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. અને આ વિરોધ પ્રદર્શનમાં વેપારીઓ પર પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. જે બાદ વેપારીઓ હડતાળ પર ઉતર્યા હતા. ત્યારે બીજી તરફ આજે અલ્પેશ ઠાકોર પણ પોતાની માંગણીઓ સાથે અમદાવાદ ખાતે વિરોધ પ્રદર્શન પર ઉતર્યા હતા.

milk

આ પ્રસંગે સરકારને ચીમકી આપતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોના દેવા માફ જલ્દી જ માફ નહીં કરે તો આજથી જ ઠાકોર સેના દ્વારા ડેરીઓનો ધેરાવો કરવામાં આવશે. નોંધનીય છે કે અલ્પેશ ઠાકોરના અલ્ટીમેટમના પગલે અમદાવાદ અને રાજ્યના અનેક વિસ્તારોમાં દૂધ નહીં મળે તેવી અફવાઓ ફરતી થઇ હતી. જો કે ડેરી ઉદ્યોગના અધિકારીઓએ આવી અફવાઓથી દૂર રહેવાની વાત કરી હતી. જો કે ઠેર ઠેર ઠાકોર સેના દ્વારા દૂધના ટેન્કરો રોકવા અને ખેડૂતો તથા પશુપાલકોના દેવા માફ કરવાની પોતાની માંગણી અને વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X