For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઠાકોર સમાજ માટે 10,000 કરોડના વિશેષ પેકેજની માંગ કરતા અલ્પેશ ઠાકોર

રાધનપુર ધારાસભ્ય અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર સમાજ માટે રૂપિયા 10,000 કરોડના વિશેષ પેકેજની માગ સાથે 1 મે-2018ના રોજથી નવતર આંદોલન કરવાની જાહેરાત કરી હતી.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

રાધનપુર ધારાસભ્ય અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર સમાજ માટે રૂપિયા 10,000 કરોડના વિશેષ પેકેજની માગ સાથે 1 મે-2018ના રોજથી નવતર આંદોલન કરવાની જાહેરાત કરી હતી.

alpesh thakor

પાટણના સુજનીપુર ખાતે ઉત્તર ગુજરાતનો સૌથી મોટો ઠાકોર સમાજનો 12મો સમૂહ લગ્નોત્સવ ઉજવાયો હતો જેમાં 142 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ સમુહલગ્ન ના દાતા સિધ્ધપુર કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોર હતા પોતે કરોડપતિ ઉદ્યોગપતિ હોવા છતાં પણ તેમના એકના એક દીકરાને સમુહલગ્નમાં સાદગીથી લગ્ન કરાવીને એક નવી પહેલ કરી હતી. આ પ્રસંગે હાજર અલ્પેશ ઠાકોરની નવી જાહેરાતે ચકચાર મચાવી હતી.

પાટણના ધારસભ્ય કિરીટ પટેલ, બનાસકાંઠાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, જગદીશ ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય અપ્લેશ ઠાકોર તેમજ ઠાકોર સમાજના સંત સદારામ બાપુ નવદંપતીઓને આશીર્વાદ આપવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જોકે આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આજના દિવસે એક નવું રણશિંગું ફૂંક્યું હતું. અલ્પેશ ઠાકોરે સરકાર પાસે ઠાકોર સમાજના વિકાસ માટે દશ હજાર કરોડનું એક વિશેષ પેકેજની માંગ કરી હતી. એટલું જ નહિં 1મેનાં દિવસે એક નવું આંદોલન કરવાની જાહેરાત પણ તેમણે કરી હતી. આ આંદોલન પ્રજા લક્ષી હશે તેવું અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું. આ ઉપરાંત બનાસકાંઠામાં તેમના વિરુદ્ધ કરાયેલી બે ફરિયાદો વિશે જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોર સંયમતાથી રહે છે. પરંતુ જે લોકો ગરીબોને ડરાવવાનું કામ કરે છે તેવા લોકો પર અલ્પેશ ને ગુસ્સો આવે છે. અલ્પેશ ઠાકોરને જેલમાં નાખવો હોય તો નાખી દો. અલ્પેશ ઠાકોર બંધ થાય તેમ નથી તેમ કહીને તેમના વિરોધીઓ પર તીખી પ્રતિક્રિયા આપી હતી.

English summary
Alpesh Thakor, who sought a special package of 10,000 crores for Thakor Samaj.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X