For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવરાત્રિમાં અંબાજી ધામ પર 52 વર્ષોમાં પહેલી વાર નહિ નીકળે રથયાત્રા

દુનિયાભરના હિંદુઓની આસ્થાનુ કેન્દ્ર રહેલ ગુજરાતના અંબાજી મંદિરથી આ વર્ષે નવરાત્રિમાં રથયાત્રા નહિ નીકળે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ દુનિયાભરના હિંદુઓની આસ્થાનુ કેન્દ્ર રહેલ ગુજરાતના અંબાજી મંદિરથી આ વર્ષે નવરાત્રિમાં રથયાત્રા નહિ નીકળે. મંદિર પ્રશાસન દ્વારા શહેરમાં કોરોના મહામારીના પ્રકોપને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મંદિર બનવાના 52 વર્ષ દરમિયાન પહેલી વાર આવુ થઈ રહ્યુ છે જ્યારે રથયાત્રાનુ આયોજન નહિ કરવામાં આવે. છેલ્લા 52 વર્ષોથી નવરાત્રિ દરમિયાન આ મંદિરથી એક રથયાત્રા કાઢવામાં આવતી હતી જે વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી હતી.

અહીં આ વર્ષે રથયાત્રા નહિ નીકળે

અહીં આ વર્ષે રથયાત્રા નહિ નીકળે

મા અંબાજીનુ આ મંદિર ગુજરાત-રાજસ્થાનની સીમા પાસે સ્થિત છે. માનવામાં આવે છે કે અહીં લગભગ 1200 વર્ષથી પ્રતિમાનુ પૂજન કરવામાં આવે છે. નવા મંદિરના જીર્ણોદ્ધારનુ કામ 1975થી શરૂ થયુ હતુ અને ત્યારથી અત્યાર સુધી ચાલુ છે. સફેદ સંગેમરમરથી નિર્મિત આ મંદિર ખૂબ જ ભવ્ય છે. મંદિરનુ શિખર 103 ફૂટ ઉંચુ છે. શિખર પર 358 સ્વર્ણ કળશ સુસજ્જિત છે. એટલુ જ નહિ અહીં માનુ એક શ્રીયંત્ર પણ સ્થાપિત છે. આ શ્રીયંત્રને અમુક રીતે સજાવવામાં આવે છે કે જોનારાને લાગે કે મા અંબા અહીં સાક્ષાત બિરાજમાન છે.

મા અંબા ભવાનીના શક્તિપીઠોમાંનુ એક

મા અંબા ભવાનીના શક્તિપીઠોમાંનુ એક

અંબાજી વિશે કહેવાય છે કે અહીં ભગવાન શ્રીકૃષ્ણનુ મંડન સંસ્કાર થયુ હતુ. અમુક શાસ્ત્રોમાં એ પણ ઉલ્લેખ છે કે ભગવાન રામ પણ શક્તિની ઉપાસના માટે અહીં આવી ચૂક્યા છે. વર્તમાનમાં મા અંબા ભવાનીના શક્તિપીઠોમાંના એક આ મંદિર પ્રત્યે ભક્તોમાં અપાર શ્રદ્ધા છે. શક્તિના ઉપાસકો માટે આ મંદિર ખૂબ જ મહત્વ ધરાવે છે. આ મંદિરમાંથી લગભગ 3 કિલોમીટરના અંતરે ગબ્બર નામનો પર્વત છે. આ પર્વત પર દેવી માનુ પ્રાચીન મંદિર છે.

પત્થર પર મા અંબાના પગલાં

પત્થર પર મા અંબાના પગલાં

પર્વત પર સ્થિત દેવી માના પ્રાચીન મંદિરમાં એક પત્થર પર માના પગલાં બનેલા છે. પગલા સાથે સાથે રથ ચિહ્ન પણ છે. કોરોના મહામારી ફેલાતા પહેલા સુધી અંબાજીના દર્શન ઉપરાંત શ્રદ્ધાળુઓ ગબ્બર પર જરૂર આવતા હતા. જ્યાં દર વર્ષે ભાદરવા સુદ પૂનમે મોટી સંખ્યામાં શ્રદ્ધાઓ ભેગા થાય છે. ભાદરવા સુદ પૂનમે આ મંદિરમાં ભેગા થતા શ્રદ્ધાળુઓ ગબ્બર નામની પર્વતીયમાળા પર પણ જાય છે.

ગુજરાતઃ સ્ટેચ્યુ ઑફ યુનિટી અને ગીર અભ્યારણ્ય ખોલવાની ઘોષણાગુજરાતઃ સ્ટેચ્યુ ઑફ યુનિટી અને ગીર અભ્યારણ્ય ખોલવાની ઘોષણા

English summary
Ambaji Dham Rathyatra will not be held in Navratri 2020 due to corona epidamic.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X