For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video : બનાસકાંઠા ચેકપોસ્ટ પર પોલીસકર્મી પર ડ્રાઇવરે ચઢાવી કાર

બનાસકાંઠાના હડાદમાં પોલીસકર્મીએ તપાસ માટે રોકતા કારચાલકે ચઢાવી કાર, ઘટના CCTVમાં કેદ

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

અંબાજી ચેકપોસ્ટનો એક વીડિયો હાલ વાયરલ થયો છે. જેમાં ચેકપોસ્ટ પર પોલીસના રોકવા છતાં માથાભેર ચાલક તેની પર પોતાની ગાડી ચલાવી મૂકે છે. નોંધનીય છે કે પોલીસ પોતાની ડ્યૂટી કરી રહી હોય તે દરમિયાન માથાભારે માણસો તેમના માટે જીવલેણ બની શકે છે તેનો તાજો દાખલો બનાસકાંઠાના અંબાજીમાં જોવા મળ્યો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ હતી. બનાસકાંઠાના અંબાજી પાસે હદાડ ચેક પોઇન્ટ પાસે આ ઘટના બની હતી. જેમાં પોલીસ કર્મીએ ગાડીચાલકને ગાડી રોકવાનું કહ્યું હતું. ત્યારે ચેકપોઇન્ટ પર આડશો હોવાથી ચાલક થોડો ધીમો પડ્યો હતો પરંતુ બેરિકેડરન બહાર નીકળતા તેણે સ્પીડ વધારી હતી અને લાકડી લઇને ગાડી રોકવાનો પ્રયત્ન કરી રહેલા પોલીસ જવાન પર ચાલકે ગાડી ચલાવી દીધી હતી અને તે ફુલ સ્પીડમાં ગાડી ચલાવીને ફરાર થઈ ગયો હતો. ગાડીના ધક્કાના કારણે પોલીસ જવાન ગાડી સાથે અથડાઈને નીચે પડી ગયો હતો જેને કારણ પોલીસકર્મીને ઇજાઓ પણ પહોંચી છે.

ambaji cctv video

પોલીસે આ ઘટનામાં જિલ્લામાં નાકાબંધી કરાવી છે અને પ્રાથમિક માહિતી જણવતા પોલીસે જણાવ્યુ હતું કે સીસીટીવીમાં જોવા મળેલી આ કાર જીજે 31 A 8749 છે. જેનું બોનેટ તૂટેલું હોવાનું જોવા મળી રહ્યું છે. જેનો અર્થ એ છે કે ગાડીના ચાલકે આગળ અકસ્માત કર્યો છે. અને એક અકસ્માત બાદ હરાડ પાસે પોલીસ જવાનને મારવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસ ગાડીના નંબરને આધારે વધુ તપાસ આગળ ધપાવી રહી છે. ત્યારે પોતાના પ્રાણની ચિંતા કર્યા વગર ફરજ પૂરી કરનાર પોલીસ કર્મચારીને અમારા સલામ.

English summary
Ambaji : Man run over his car on police man, at check post. See here the video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X