For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકન શિક્ષિકા ગુજરાતના આદિવાસી બાળકોને શીખવે છે અંગ્રેજી

|
Google Oneindia Gujarati News

abcd
બારડોલી, 19 માર્ચ : 'વ્હોટ ઇઝ યોર હોબી?' , મેમ પ્લેઈંગ ક્રિકેટ, 'ગુડ', 'વ્હોટ ઇઝ યોર ફેવરિટ ટીમ?' - મેમ, ઈન્ડિયા, 'વેરી ગુડ', 'હૂ ઇઝ યોર ફેવરિટ પ્લેયર'- મેમ સચિન ટેન્ડૂલકર. આ કોઇ ક્વીઝ કોમ્પિટિશન કે કોઇ અંગ્રેજી માધ્યમની વિખ્યાત શાળાના ક્લાસ રૂમનું દૃશ્ય નથી. પરંતુ ગરીબ આદિવાસી બાળકો તેમની વ્હાલી અમેરિકન ટીચર સાથે અંગ્રેજીમાં કડકડાટ વાતો કરી રહ્યાં છે. અમેરિકાથી આવેલા આ શિક્ષકોએ આવા આદિવાસી બાળકોના પ્રેમ અને શિક્ષણ પ્રાપ્ત કરવાની નિષ્ઠાથી પ્રભાવિત થઇ નિઃશુલ્ક અંગ્રેજી બોલતા શિખવાડવાનું નક્કી કર્યું છે.

ગુજરાતના બારડોલી તાલુકાના મોતા ગામ નજીક આવેલી 'એકલવ્ય મોર્ડન રેસિડેન્શિયલ સ્કૂલ'માં રાજ્યભરમાંથી આવતા આદિવાસી બાળકો શિક્ષણ મેળવી રહ્યાં છે. મહાભારતમાં ધનુશ વિઘા પ્રાપ્ત કરવાથી વંચિત રહી ગયેલા એકલવ્યની જેમ આ બાળકો પણ વિઘાથી વંચિત ન રહી જાય તે માટે આ ખાસ શાળા શરૂ કરવામાં આવી છે. મોતાની આ શાળાના આચાર્ય અને શિક્ષકોના પ્રયાસોથી આ બાળકો આજે ભલભલી હાઇફાઇ શાળાના વિઘાર્થીઓને પણ પાછળ મુકી દે તેવો પ્રભાવ ધરાવે છે. ત્યારે આ વિઘાર્થીઓ અંગ્રેજીમાં પણ પારંગત બને તે માટે શિક્ષકોના સંનિષ્ઠ પ્રયાસોથી અમેરિકાના શિક્ષકો પણ આ વિઘાર્થીઓને અંગેજી શિખવવા માટે પ્રેરાયા છે.

આ અંગે શાળાના શિક્ષક મહેન્દ્ર જોશીએ જણાવ્યું કે, "બારડોલી તાલુકાના જ કડોદ ગામમાં નાનુભાઈ શિક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટની શાળાઓમાં અમેરિકાથી શિક્ષકો અંગ્રેજી શિખવવા માટે આવે છે. આ શિક્ષકો સાથે જ્યારે અમે અમારા બાળકોની વાત કરી ત્યારે તેઓ ખૂબ પ્રભાવિત થયા અને એક દિવસ તેઓ શાળાના વિઘાર્થીઓને મળવા માટે આવ્યા. બાળકોના પ્રેમ અને શિક્ષણ પ્રાપ્ત કરવાની ભૂખની પ્રભાવિત થઇ આ શિક્ષકોએ આ વિઘાર્થીઓને નિઃશુલ્ક અંગ્રેજી બોલતા કરવા તૈયારી બતાવી હતી. ત્યારથી મેડમ કેટ જેનકિસ આ બાળકોને નિયમિત અંગ્રેજી શિખવે છે. અહીં સુધી કે બાળકોના પ્રેમને અને કારણે હવે કેટ પણ બિલકુલ ભારતીય બની ગયા છે. તેઓ બાળકો સાથે બેસી ભારતીય ભોજન પણ કરે છે. સાથે સાડી અને સલવાર કમીજ પણ પહેરતા થઇ ગયા છે. બાળકો પોતાના હાથે બનાવેલી વિવિધ વસ્તુઓ પણ તેમને આપે છે અને કેટ તેનો રોજિંદી દિનચર્યામાં તેનો ઉપયોગ પણ કરે છે."

અમેરિકાથી ખાસ આવેલાં શિક્ષિકા કેટ જેનકિસે જણાવ્યું કે "આ બાળકો ખૂબ જ પ્રેમાળ છે. તેથી અમને પણ તેમની સાથે ખૂબ મજા આવે છે. શરૂઆતમાં અહીંના સ્થાનિક શિક્ષકોને સાથે રાખી આ બાળકોને શિખવવાનું નક્કી કર્યું પરંતુ થોડા દિવસમાં જ આ બાળકો મને સરળતાથી સમજતા થઇ ગયા છે. અને આજે હું એકલી જ ક્લાસ રૂમમાં તેમને શીખવાડું છું. આ બાળકો માટે અમે અલગ પ્રોગ્રામ તૈયાર કર્યો છે. જેમાં બાળકોને તેમની રીતે જ ફન, એક્ટિવિટી અને સિમ્પલ એક્ટિવિટીથી શીખવાડવામાં આવે છે."

શાળાના આચાર્ય સંજયભાઇએ જણાવ્યું કે, "શરૂઆતમાં અમને થોડી ચિંતા હતી કે આ બાળકો રાજ્યના આંતરિયાળ વિસ્તારોમાંથી આવે છે. તેથી તેઓના આ શિક્ષકો સાથે કેવી રીતે તાલ મેળવી શકશે. આજે મને ખુશી છે કે આજે બાળકો તેમની સાથે ખૂબ મજાથી અભ્યાસ કરી રહ્યાં છે."

English summary
American teacher teaches english to tribal children of Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X