For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તપાસ અધિકારીનો દાવો, અમિત શાહ અને 3 IPS હતા તુલસીરામ પ્રજાપતિ એન્કાઉન્ટરના મુખ્ય ષડયંત્રકાર

તુલસીરામ પ્રજાપતિના ફેક એન્કાઉન્ટરના મુખ્ય ષડયંત્રકાર શાહ!

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં તુલસીરામ પ્રજાપતિ ફેક એન્કાઉન્ટર કેસના મુખ્ય તપાસ અધિકારીએ બુધવારે સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં દાવો કર્યો કે, ભાજપના અધ્યક્ષ અમિત શાહ, આઈપીએસ અધિકારી દિનેશ એમએન, રાજકુમાર પંડ્યા અને ડીજી વણઝરા કથિત રીતે તુલસીરામ પ્રજાપતિ ફેક એન્કાઉન્ટરના મુખ્ય ષડયંત્રકાર હતા. આ એન્કાઉન્ટરની તપાસ કરી રહેલ મુખ્ય તપાસ અધિકારીએ 21 નવેમ્બરે સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં આ દાવો કર્યો.

બિલ્ડર્સની ઑફિસમાં આગ લગાવવા તુલસીરામનો ઉપયોગ કર્યો

બિલ્ડર્સની ઑફિસમાં આગ લગાવવા તુલસીરામનો ઉપયોગ કર્યો

2006માં થયેલ આ એન્કાઉન્ટરની એપ્રિલ 2012થી તપાસ કરી રહેલ સંદીપ તામગડેએ કોર્ટને જણાવ્યું કે નેતાઓ-અપરાધિઓનું એક નેક્સસ બનેલ હતું. જેમાં અમિત શાહ અને રાજસ્થાનના ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયાએ સોહરાબુદ્દીન શેખ, તુલસીરામ પ્રજાપતિ અને આઝમ ખાન જેવા લોકોનો અપરાધિક ઘટનાઓમાં ઉપયોગ કર્યો હતો. આ અધિકારીઓએ દાવો કર્યો, 2004માં મશહૂર બિલ્ડરોની ઑફિસમાં આગ લગાવવા માટે સોહરાબુદ્દીન શેખ, તુલસીરામ અને આઝમ ખાન જેવા અપરાધિઓનો ઉપયોગ કર્યો હતો.

સીડીઆરમાં છે મહત્વનાં સબૂત

સીડીઆરમાં છે મહત્વનાં સબૂત

અધિકારીએ જણાવ્યું કે અમિત શાહ, કટારિયા, દિનેશ એમએન, રાજકુમાર પાંડ્યા અને વણઝારાને આ મામાલામાં આરોપી બનાવવામાં આવ્યા છે. જો કે ટ્રાયલ કોર્ટે વર્ષ 2014થી 2017 દરમિયાન આ મામલાના આ તમામ આરોપીઓને છોડી મૂક્યા હતા. તામગડેએ જણાવ્યું કે આરોપીઓના કોલ રેકોર્ડ્સથી એ સ્પષ્ટ થયું છે કે અપરાધિક કૃત્યનું ષડયંત્ર કેવી રીતે રચાયું હતું. તપાસ અધિકારીને જ્યારે કોર્ટમાં પૂછવામાં આવ્યું કે કોઈ ડીવીઆરની તપાસમાં માલુમ પડ્યું કે ષડયંત્ર રચાયું હોય? ત્યારે જવાબ તેમણે હામાં આપ્યો હતો.

કોર્ટ સમક્ષ અધિકારીએ આ લોકોનાં નામ લીધાં

કોર્ટ સમક્ષ અધિકારીએ આ લોકોનાં નામ લીધાં

જ્યારે બચાવ પક્ષના વકીલે પૂછ્યું કે કે ષડયંત્ર રચ્યું હોવાનું સીડીઆરથી સ્પષ્ટ થતું હોય તેવા લોકોનાં નામ જણાવો, ત્યારે તામગડેએ કહ્યું કે, અમિત શાહ, દિનેશ એમએન, વણઝારા, પાંડિયન, વિપુલ અગ્રવાલ, આશીષ પાંડ્યા, એનએચ દાભી અને જીએસ રાવનાં નામ છે જેઓ આ ષડયંત્રમાં સામેલ હતા. તામગડેએ જે લોકોના નામ લીધાં તેમાં પાંડિયન, દાભી અને રાવ આ મામલાના આરોપી છે, જ્યારે અમિત શાહ સહિત બાકીના અધિકારીઓને પુરાવાના અભાવે છોડી મૂકવામાં આવ્યા. સીબીઆઈ મુજબ 23 નવેમ્બર 2005ના રોજ સોહરાબુદ્દીન, તેની પત્ની કૌસર બી અને તુલસીરામની હત્યાનું ષડયંત્ર રચાયું હતું. સીબીઆઈની ચાર્જશીટ મુજબ 26 નવેમ્બર 2005ના રોજ સોહરાબુદ્દીનનું ફેક એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું અને બાદમાં કૌસર બીની હત્યા કરવામાં આવી હતી.

હાર્દિક પટેલે ઓબીસી કમિશન સમક્ષ શું કરી રજુઆત? વાંચો અક્ષરશઃ પત્રહાર્દિક પટેલે ઓબીસી કમિશન સમક્ષ શું કરી રજુઆત? વાંચો અક્ષરશઃ પત્ર

English summary
Amit Shah, 3 IPS officers among main conspirators in Tulsiram Prajapati fake encounter case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X