અમિત શાહે ગાંધીનગરમાં 112 જનરક્ષક પ્રોજેક્ટનું કર્યું લોકાર્પણ, ગુજરાત પોલીસને 534 વાહનો અર્પણ કર્યા
Gujarat News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાત મુલાકાતે આવ્યા છે. ગઈકાલે 30 ઓગસ્ટે તેમણે ગણપતિ પંડાલની મુલાકાત દઈ દર્શન અને આરતી કર્યા હતા. તેમણે અમદાવાદમાં આજે 31 ઓગસ્ટે તેમણે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. અમિત શાહના હસ્તે અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઓગણજ, ચાંદલોડિયામાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છે. રાણીપ અને નવા વાડજમાં વૃક્ષારોપણમાં હાજરી આપી હતી. તેમણે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના દર્શન કર્યા હતાં. લાલ દરવાજામાં સરદારબાગનું પણ લોકાર્પણ કર્યુ હતું.

ગાંધીનગરમાં અમિત શાહ 217 કરોડના પોલીસ આવાસોનું લોકાર્પણ કર્યું
Gandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં 217 કરોડના ખર્ચે તેયાર થયેલા રહેણાંક અને બિન રહેણાંક મકાનોનું લોકાર્પણ કર્યું હતું. તેમણે 112 જનરક્ષક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યુ હતું. તેમણે ગુજરાત પોલીસને 534 વાહનો અર્પણ કર્યા હતાં.
જનરક્ષક પ્રોજેક્ટથી પોલીસતંત્ર વધુ મજબૂત બનશે
ગાંધીનગરમાં 112 પ્રોજેક્ટના લોકાર્પણ પ્રસંગે CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, PMની માતાના અપમાન માટે દેશ વિપક્ષને માફ નહીં કરે. જનરક્ષક પ્રોજેક્ટથી પોલીસતંત્ર વધુ મજબૂત બનશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્માર્ટ પોલિસિંગની દિશા બતાવી છે. ટેક્નોલોજીના કારણે ગુના ઉકેલવામાં આપણે આગળ છીએ. આ પ્રસંગે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, શહેરી વિસ્તારમાં રિસ્પોન્સ ટાઈમ ઘટાડી શકાશે. 112ની ગાડીને કોઈ સીમા લાગશે નહીં. ઘટનાસ્થળથી નજીક જે ગાડી હશે તે પહોંચી જશે. અલગ સાયબર વિભાગથી લોકોને ઝડપી મદદ મળશે.












Click it and Unblock the Notifications
