For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદની મુલાકાતે અમિત શાહ, કરોડોના કામોનું લોકાર્પણ કરશે

રથયાત્રાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે ત્યારે અમદાવાદ જિલ્લામાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે.

|
Google Oneindia Gujarati News

રથયાત્રાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે ત્યારે અમદાવાદ જિલ્લામાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. અમિત શાહ ૧૧ જુલાઈએ અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા અને દસક્રોઈ તાલુકામાં 34.93 કરોડથી વધુના 1220 વિકાસ કાર્યો પ્રજા માટે ખુલ્લા મુકશે. અમદાવાદ જિલ્લામાં થયેલા કુલ 1220 વિકાસ કાર્યોમાં સાણંદ તાલુકાના 1062 કામ, બાવળા તાલુકાના 138 કામ અને દસક્રોઈ તાલુકાના ૨૦ કામનો સમાવેશ થાય છે.

Amit Shah

આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી 32 લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને 7.65 કરોડના નવા વિકાસ કાર્યોની જાહેરાત કરશે. ગાંધીનગરના સાંસદ 2 કામોનું ખાતમુહુર્ત કરશે અને 17 જેટલા વિકાસકામોની જાહેરાત કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી સાણંદ તાલુકામાં નવનિર્મિત આંગણવાડી , રોડ-રસ્તાના કામ, પાણી-પુરવઠાને લગતાને વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત ગામડાઓમાં તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી પ્રાથમિક શાળાઓમાં કાર્યાન્વિત થનારા સ્માર્ટ ક્લાસરુમનું પણ લોકાર્પણ કરશે. સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ પસંદગી પામેલા માણકોલ ગામમાં નવા બનનારા પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી સડક યોજના હેઠળ અનેક ગામડાઓમાં નિર્માણ પામનારા રસ્તાઓ અંગેની પણ જાહેરાત કરશે.

English summary
Amit Shah will open 1220 development works of Ahmedabad district to the public.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X