અમેરલીમાં વાહનોના અકસ્માત નિવારવા નવો અભિગમ

Subscribe to Oneindia News

અમરેલી જિલ્લામાં બનતા અકસ્માતોને નિવારવા જિલ્લા વહીવટી તંત્રએ નવતર પ્રયોગ યોજીને ટ્રાફિકના નિયમો તોડનાર વાહનચાલકોને ગુલાબનું ફૂલ આપીને મહામૂલી માનવ જિંદગી બચાવવાનો પ્રયાસ કર્યો છે. આર.ટી.ઓ, ટ્રાફિક પોલીસ સાથે 108 એ પ્રયાસ હાથ ધર્યા હતા.અમરેલી જિલ્લામાં રોડ અકસ્માતના કારણે વાહન ચાલકો ની અમૂલ્ય જિંદગીઓ અકાળે મોતને ભેટી રહી હોય ત્યારે જિલ્લા વહીવટી તંત્રએ અકસ્માતો નિવારવા કલેકટર દિલીપ રાણાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપીને પોતાની જિંદગી કેટલી કિંમતી છે તે સમજાવટ થી અકસ્માતો નિવારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

amreli


અમરેલીના સેન્ટર પોઇન્ટ ખાતે આર.ટી.ઓ. અધિકારી, ટ્રાફિક પોલીસ સ્ટાફે આ નવતર પ્રયાસ શરૂ કર્યો હતો. ટ્રાફિક પોલીસ સ્ટાફએ ફોરવહીલ, ટુ વહીલ ચાલકોને ટ્રાફિક ના નિયમનનું પાલન કરવા સાથે હેલમેટ નો ઉપયોગ લોકોને જણાવ્યું હતું. તો બીજી તરફ લોકોએ પણ ટ્રાફિક પોલીસ અને તંત્રની કામગીરીની સરાહના કરી હતી.

amreli
English summary
Amreli traffic police unique experiment, to make people follow the traffic rules. Read here more.
Please Wait while comments are loading...