ભારતમાં સૌપ્રથમ દૂધ આપતું ATM ગુજરાતમાં શરૂ, અમૂલની પહેલ

Posted By:
Subscribe to Oneindia News

આણંદ, 27 જાન્યુઆરી: એટીએમમાંથી અત્યાર સુધી તો આપણે માત્ર રૂપિયા જ નિકાળતા હતા, અને હમણા હમણાથી તમારા ખાતામાં એટીએમ દ્વારા રૂપિયા જમા પણ કરાવી શકતા હતા, પરંતુ હવે એટીએમમાંથી દૂધ પણ મેળવી શકશો. હા, ગુજરાતના આણંદમાં અમૂલ ડેરીએ આવું એક એની ટાઇમ મિલ્ક (એટીએમ) મશીન મૂકાવ્યું છે.

આ એની ટાઇમ મિલ્ક મશીન દૂધનું 300 મિલીલીટરનું પાઉચ આપશે જેના બદલે આપે તેને 10 રૂપિયા ચૂકવવાના રહેશે. કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે ખેડા અને આણંદ જિલ્લામાં લગભગ 1100 એવી મશીનો લગાવવાની યોજના છે, જેનાથી વધારેમાં વધારે લોકો આ સુવિધાનો લાભ લઇ શકે. .

amul
24 કલાક એટીએમ દ્વારા દૂધ ઉપલબ્ધ કરાવનાર આ મશીન આણંદ શહેરમાં ખૂબ જ હિટ થઇ રહ્યું છે. અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર રાહુલકુમારે આ નવતર પ્રયોગ અંગે જણાવ્યું હતું કે 'જ્યારે લોકો બહારગામથી મુસાફરી કરીને મોડી રાત્રે પાછા ફરે છે તો તેમના માટે આ સુવિધા લાભદાયી નિવડશે.'

તેમણે જણાવ્યું કે એટીએમમાં 150 દૂધના પાઉચ રાખવાની ક્ષમતા છે. તેમજ તેની સાથે ફ્રિજ પણ જોડાયેલું છે જે તેની અંદરના દૂધના પાઉચને 24 કલાક ફ્રેશ રાખે છે. ઉપરાં નજીકના ભવિષ્યમાં આણંદ શહેરમાં 25 જેટલા આવા એટીએમ મશીન મૂકવાનું અમુલનું આયોજન છે. તેમજ એટીએમમાં ફ્લેવર્ડ મિલ્ક, ચીજ, અને ચોકલેટ્સ ઉપલબ્ધ કરાવવાનું આયોજન પણ છે.

English summary
Just like ATM, Amul launches 'Any Time Milk' machine in Anand.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.