For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટ નજીકના ધોરાજીમાં વૃદ્ધ દંપતિને લૂંટીને એકની હત્યા

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની કેટલા હદે કથળી ગયા છે તેનો તાજો દાખલો ધોરાજી નજીક જોવા મળ્યો છે. જ્યાં ભરવાડ સમાજના એક વૃદ્ધ દંપતીને લૂંટારોએ લૂંટ કરી હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. જાણો વધુ.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

રાજકોટથી નજીક આવેલા ધોરાજીની ભૂખી ચોકડી વિસ્તાર પાસે એક વૃદ્ધ દંપતિને આંતરીને લૂંટવામાં આવ્યું હતું. તેમજ વૃદ્ધાની લૂંટારાઓએ ઘટનાસ્થળે જ હત્યા કરી નાંખી હતી. જ્યારે વૃદ્ધ દાહાભાઈને ગંભીર પરિસ્થિતિમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રવિવારે રાત્રે વૃદ્ધ દંપત્તિ નામે રાંભીબહેન અને દાહાબાઈ કરમટા પોતાની દીકરીના લગ્નની કંકોતરી આપીને કુતિયાણાથી પરત આવી રહ્યા હતા. ત્યારે ધોરાજી-ઉપલેટા હાઇવે પાસે ભૂખી ચોકડી નજીક કેટલાક શખ્સો કારમાં હતા તેમણે વૃદ્ધ દંપત્તિને રોક્યા હતા અને બાઇક પર રહેલા દંપતિ પર કાળ બનીને તૂટી પડ્યા હતા. આ શખ્સોએ રાંભીબેનને ગળામાં છરી ઘા મારીને તેમણે પહેરેલા દાગીનાની લૂંટ ચલાવી હતી. તેમજ પતિ દાહાભાઈને પણ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

dhoraji

ગંભીર હાલતમાં દાહાભાઈ અને રાંભીબેનને ધોરાજી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રાંભીબેનનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ એસપી અંતરીપ સૂદે તપાસના આદેશ આપ્યા હતા. અને ઘટનાસ્થળેથી કેટલોક માલ પણ જબ્બે કર્યો હતો અને લૂંટારાઓની તપાસ આગળ વધારી છે. આ કરૂણ ઘટનાની જાણ થતા ભરવાડ સમાજના લોકો મોટી સંખ્યામાં સરકારી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. જો કે ચોંકવનારી વાત એ છે કે આવી ઘટનાઓ ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી વણસી ગઇ છે તે ચોખ્ખી રીતે બતાવે છે.
English summary
An elderly couple was looted and murdered in Dhoraji near Rajkot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X