For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર મળતા જામનગરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયુ, પોલીસ કાફલો ઘટના સ્થળે

બોમ્બ હોવાના સમાચાર મળતા જ ફ્લાઈટનું જામનગર એરપોર્ટ પર તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરાયુ હતું. લેન્ડિંગ બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કાફલો, બૉમ્બ સ્કવોર્ડ અને એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક એરપોર્ટ પહોંચી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

જામનગર : જામનગરમાં એક ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયુ હોવાની માહિતી સામે આવી રહી છે. મળતી વિગતો અનુસાર ગોવા જઈ રહેલી ફ્લાઈટનું જામનગર એરપોર્ટ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે.

Jamnagar

ઘટનાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસ કરાઈ છે. મળતી વિગતો અનુસાર, આ ફ્લાઈટ ગોવાથી મેક્સિકો જઈ રહી હતી અને તેમાં બોમ્બ હોવાના સમચાર મળ્યા હતા.

બોમ્બ હોવાના સમાચાર મળતા જ ફ્લાઈટનું જામનગર એરપોર્ટ પર તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરાયુ હતું. લેન્ડિંગ બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કાફલો, બૉમ્બ સ્કવોર્ડ અને એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક એરપોર્ટ પહોંચી છે.

અહેવાલો અનુસાર, ફ્લાઈટમાં વિદેશી પેસેન્જરો હોવાની પણ માહિતી છે. હાલ પોલીસ અધિકારીઓ અને બોમ્બ સ્કોવ્ડ દ્વારા તપાસ કરાઈ રહી છે.

English summary
An emergency landing was made in Jamnagar after getting the news that there was a bomb in the flight
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X