વિશ્વનો સૌથી ઉંચો વિન્ડ ટાવર સ્થપાશે કચ્છમાં, 6ઠ્ઠીએ ઉદ્ઘાટન

ગાંધીનગર, 3 ઓક્ટોબરઃ સુઝલોન ગ્રૃપ દ્વારા કચ્છ જિલ્લાના નાનિબાર ખાતે વિંડ ટર્બાઇન જનરેટર(ડબલ્યુટીજી) હાઇબ્રિડ ટાવરનું લોન્ચિંગ કરવામાં આવનારું છે. આ ટાવર 120 મીટર ઉંચો હશે, જેનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા 6 નવેમ્બરના રોજ કરવામાં આવનારું છું.

આ ઇવેન્ટનું આયોજન કરવાનો હેતુ કચ્છમાં સુઝલોનના સૌથી મોટા ફાર્મથી 1100 મેગાવોટને ક્રોસ કરવાની ઉજવણી કરવાનો પણ છે. 2005માં ચાંગદાઇ ખાતે શરૂ કર્યા બાદ આ વિંડ ફાર્મ સાઇટ કચ્છ જિલ્લાના વિવિધ ભાગો જેમકે નાનિસિંધોળી, સુથરી, જખૌ, અમલિયારા, વાંકુ, લથેડી, જામવાડા, સિનોય અને શિખરપુર સુધી પહોંચ્યા છે.

wind-tower
સુઝલોન દ્વારા ગુજરાતમાં 1500 મેગાવોટ પાવરની કેપેસિટી ઉભી કરવામાં આવી છે. અને કંપની દ્વારા રાજ્યના 50 ટકા ભાગોમાં આ વિંડ પાવર ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યા છે, જેમાં જામનગર, પોરબંદર, રાજકોટ, ભાવનગર સહિતના લોકેશન છે.

6 નવેમ્બરના રોજ આ કાર્યક્રમ બપોરે 1.30 કલાકથી 4.30 કલાક દરમિયાન યોજાશે. જેમાં રાજ્યના કુટિર અને મીઠા ઉદ્યોગ તથા ગૌ સંવર્ધન ખાતાના રાજ્યમંત્રી તારાચંદ છેડા પણ હાજર રહેશે. આ નવા પ્રોજેક્ટ થકી સ્થાનિક વિજ માંગને પૂરી પાડવાની દિશામાં બળ મળશે તેવું માનવામાં આવી રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X