પાસ આગેવાનો આવેદન આપે તે પહેલા પોલીસે કરી અટક

Subscribe to Oneindia News

નોંધનીય છે કે માંડવી ગામમાં પાટીદાર મહિલા પર થયેલા બળાત્કાર અને પછીથી હત્યા કરવાના કેસના સાક્ષી ધીરુભાઇએ 6 દિવસ પહેલા આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ ગત 6 દિવસથી તેમનો પરિવાર ધીરુભાઇનો મૃત શરીર લઇ જવાનો ઇન્કાર કરી રહ્યો છે. પરિવારની માંગ છે કે આ અંગે દોષિને સજા થાય. પરિવારજનોનો આક્ષેપ છે કે ધીરુભાઇએ પોલીસના દમનથી કંટાળીને આત્મહત્યા કરી છે. ત્યારે આજે આ વાતને છ દિવસ વીતી જતા તેના વિરોધમાં સુરતની મોટી સંખ્યામાં પાટીદારો બે બસો ભરીને માંડવી આવ્યા હતા.

paas

જો કે મામલે બગડે તે પહેલા જ વિરોધ કરવા આજે સુરતથી મોટી સંખ્યામાં આવેલા પાટીદારીની પોલીસ દ્વારા અટક કરવામાં આવી હતી. વરતેજ પોલીસે આ પાટીદારો કલેકટર કચેરી પહોંચે તે પહેલા બધાની અટકાયત કરી હતી. નોંધનીય છે કે માંડવીના માધવરત્ન હીરા બજાર ખાતે પાટીદારો એકત્રિત થઈને ઉગ્ર રજૂવાત સાથે કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા જવાના હતા. પણ તે પહેલા જ પોલીસે પાસ આગેવાન અતુલ પટેલ, વરુણ પટેલ, અને નરેન્દ્ર પટેલ સહિત પાંચની અટકાયત કરી હતી.

English summary
andvi rape case: Patidar leaders arrested when they are protesting for this.
Please Wait while comments are loading...