નીતિન પટેલ બાદ ફરી એક ભાજપ નેતાએ કર્યો બળવો

Written By:
Subscribe to Oneindia News

રાજ્યમાં છઠ્ઠી વાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે, પરંતુ નેતાઓ વચ્ચે ખુરશીની ખેંચતાણ હજુ ચાલુ છે, અને હવે તે ધીરે-ધીરે સામે આવી રહી છે. પ્રથમ તો નીતિન પટેલે ઇચ્છિત વિભાગ ન મળતાં ખુલીને વાત નારાજગી વ્યક્ત કરી હતી. એ પછી હવે મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકીએ વિરોધના સુર છેડ્યા છે. પાંચમી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલ પુરુષોત્તમ સોલંકી કોળી સમાજના નેતા કહેવાય છે. પુરૂષોત્તમ સોલંકીનું કહેવું છે કે, જો પાટીદાર નેતે ઇચ્છિત વિભાગ મળી શકે, તો તેમને પણ મળી શકે. સમાજ કહેશે તો હું રાજીનામું આપીશ. મુખ્યમંત્રી પાસે 12 ખતા છે.

Gujarat

તેમણે વધુ વિભાગની માંગણી સાથે આગળ કહ્યું કે, મને મત્સ્ય વિભાગ આપવામાં આવ્યો છે અને એના દ્વારા હું લોકોનું કલ્યાણ નહીં કરી શકું. આ વિભાગ કેટલાક તટિય જિલ્લાઓમાં જ કાર્યરત છે અને મારા સમાજના લોકો મારી પાસે કલ્યાણની આશા રાખે છે. તેમણે આગળ કહ્યું કે, જો મને કોઇ બીજો મોટો વિભાગ નહીં મળે તો મારા સમાજના લોકો નારાજ થઇ શકે છે. મંગળવારે પરષોત્તમ સોલંકીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે નારાજગી વ્યક્ત કરી હતી, એ પછી બુધવારે સવારે તેમના નિવાસસ્થાને કોળી સમાજના આગેવાનોની બેઠક મળી હતી. પુરુષોત્તમ સોલંકીએ બળવો પોકાર્યા બાદ ભાજપ સામે વધુ એક મુશ્કેલી ઊભી થઇ છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચૂડાસમા પણ પરષોત્તમ સોલંકી સાથે ચર્ચા કરવા તેમના નિવાસસ્થાન પહોંચ્યા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ તેમની સાથે મુલાકાત કરે એવી શક્યતા છે.

English summary
Another rebel in Gujarat government one more minister demands desired ministry. After Nitin Patel this is second time a minister has shown dissent.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.