દિવાળી ટાણે એસીબીનો સપાટો, નાણાં અને ભેટ કર્યા ઝબ્બે

Posted By:
Subscribe to Oneindia News

દિવાળીના તહેવારોમાં ભેટ આપવી સામાન્ય છે પરંતુ કેટલાક લાંચિયા અધિકારીઓ આવી તકની રાહ જોતા હોય છે. અને ભેટના નામે તે મોટી રોકડ રકમ તથા કિંમતી ભેટ લઇ લેતા હોય છે રાજ્યમાં આવા અધિકારીઓને ખુલ્લા પાડવા એસીબીએ આજે વિવિધ જગ્યાએ રેડ કરી હતી.

money

જેમાં રેડ દરમિયાન અધિકારીઓએ રોકડ તથા ચાંદીની સિક્કા સહિત અને કિંમતી વસ્તુઓ ઝબ્બે કરી હતી. રાજ્યમાં 10 ટીમ બનાવીને હાથ ધરાયેલી તપાસ દરમિયાન મોટી રોકડા રૂપિયા અને ચાંદીના સિક્કાઓ મળી આવ્યા છે. ભષ્ટ્રાચાર વિરોધી શાખાની આ રેડ પડતા કેટલીક ઓફિસોમાં તો કર્મચારીઓ ભેટ અને ગીફ્ટના પેકેટ ડરના માર્યા બારીથી બહાર ફેંકી દીધા હતા.

gujarat


અમદાવાદ ખાતેના વેટ વિભાગના વર્ગ 2ના અધિકારી પાસેથી બિનહિસાબી એક લાખ રોકડા મળી આવ્યા છે. તો વડોદરામાં જીપીસીબીના ક્લાસ વન ઓફિસર પાસેથી 900 ગ્રામ ચાંદીના સિકકા અને 43 હજારથી વધુ રોકડ સાથે 79 હજાર 295નો મુદ્દામાલ મળી આવ્યો છે.

coins

આ સિવાય વડોદરામાં જ વિજિલન્સ ઓફિસર પાસેથી આઠ જુદા-જુદા કવરમાંથી રોકડ અને ચાંદીના સિકકા મળી આવ્યા છે. જેમાં બે લાખ 29 હજાર રોકડ અને 810 ગ્રામ ચાંદીના સિક્કા સહિત 2 લાખ 61 હજારથી વધીનો મુદ્દામાલ મળ્યો છે.

corruption

સુરતના કતારગામ ખાતેની સબ રજીસ્ટ્રારની કચેરીમાં વર્ગ 3ના અધિકારી પાસેથી પણ બિનહિસાબી 25 હજાર 400 રૂપિયા મળ્યા છે. બે જુનિયર ક્લાર્કની તિજોરીમાંથી બિનહિસાબી 9,435 રૂપિયા મળી આવ્યા છે. અને જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની કચેરીમાં જુનિયર ક્લાર્ક પાસેથી 18 હજાર રોકડા મળી આવ્યા હતા.

English summary
Anti corruption bureau raids in Ahmedabad, Vadodara, Surat.
Please Wait while comments are loading...