For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

AAP મહિલા સંગઠનના વડા તરીકે ગૌરી દેસાઈની નિમણૂક

ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા સોમવારના રોજ પાર્ટી નેતા અને સ્થાવર મિલકત સલાહકાર ગૌરી દેસાઈની આપ ગુજરાત પ્રદેશ મહિલા સંગઠનના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. આ અંગે ગુજરાત આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું.

|
Google Oneindia Gujarati News

ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા સોમવારના રોજ પાર્ટી નેતા અને સ્થાવર મિલકત સલાહકાર ગૌરી દેસાઈની આપ ગુજરાત પ્રદેશ મહિલા સંગઠનના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. આ અંગે ગુજરાત આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, આપ ગુજરાતના વરિષ્ઠ નેતા ગૌરી દેસાઈને તેમની નિમણૂક બદલ અભિનંદન આપું છું અને મને વિશ્વાસ છે કે, તેમના નેતૃત્વમાં પાર્ટી જ મજબૂત બનશે.

AAP

પાર્ટીએ પુનીત જુનેજા અને આરાધ્યા રાવલ રાજ્યના પ્રવક્તાની નિમણૂક કરી હતી. કારણ કે, તુલી બેનર્જીએ પૂર્વ મીડિયા ઇન્ચાર્જ વ્યક્તિગત કારણોસર રાજીનામું આપ્યું હતું.

AAP ગુજરાતે એડવોકેટ આરીફ અંસારીને તેમના રાજ્ય લઘુમતી સેલના પ્રમુખ અને મુકેશ કોલસાવાલાને અનુસૂચિત જાતિ સેલના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

AAP દ્વારા દિવ્યેશ હિરપરાને સોશિયલ મીડિયાનો હવાલો આપવામાં આવ્યો છે, જ્યારે ગાયક વિજય સુવાના અને કાર્યકરો અર્જુન રથવા અને નિમિષા ખુંટને પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ખેડૂત કાર્યકર્તા અને ખેડૂત સમાજ ગુજરાતના પૂર્વ સચિવ સાગર રબારી AAP ના રાજ્ય મહામંત્રી બનશે.

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રચાર અને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. વિવિધ રાજકીય પક્ષો પોતપોતાની વિચારધારા પ્રમાણે એજેન્ડા અને મતદારોને આકર્ષવાના કામમાં જોડાઇ ગઇ છે. જેમાં ભાજપે ગુજરાતના મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ જ બદલી નાખ્યું છે, તો કોંગ્રેસ દ્વારા યુવા નેતાઓને પક્ષમાં જોડવામાં મહેનત કરવામાં આવી રહી છે.

ભાજપે 12 ટકા પાટીદારોની માંગ સ્વીકારીને ભાજપે પહેલાથી જ પાટીદારોને પોતાની તરફ કરવાના પ્રયાસ શરૂ કરી દીધા છે. ચૂંટણી સાથે જ કાસ્ટ કાર્ડ્સની રાજનિતિ પણ ગુજરાતમાં શરૂ થઇ ગઇ છે. આ સાથે પાપા પગલી કરતી આમ આદમી પાર્ટીએ હજૂ કોઇ ચૂંટણી અંગે કોઇ મોટી જાહેરાત કરી નથી, સિવાય કે AAP 182 સીટ પરથી ચૂંટણી લડશે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા યોજીયેલી ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં કુલ 44 સીટમાંથી બીજેપીએ 41 જીતી લીધી છે. આ ઉપરાંત કોંગ્રેસે 02 તથા આપને 01 સીટ પર જીત મળી છે. ઓખા નગરપાલિકાની કુલ 36 સીટમાંથી બીજેપીને 34 તથા કોંગ્રેસને 02માં જીત મળી છે. બનાસકાંઠાની કુલ 24 સીટમાંથી બીજેપીની 20 સીટ પર જીત તથા કોંગ્રેસને 04 સીટ પર જીત મેળવી છે.

English summary
Gujarat Aam Aadmi Party on Monday elected party leader and real estate adviser Gauri Desai as the president of AAP Gujarat Pradesh Mahila Sangathan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X