• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતભરના મુખ્ય સમાચાર પર એક નજર...

By desk
|

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો.

ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

વડોદરામાં 40 થી 45 વર્ષ જૂની બિલ્ડિંગ નમી પડી

વડોદરામાં 40 થી 45 વર્ષ જૂની બિલ્ડિંગ નમી પડી

વડોદરાના સુભાનપુરા રોડ પર આવેલા અમુલ એપાર્ટમેન્ટ આકસ્મિક રીતે નમી પડ્યો હતો અને ઇમારતનો પાછળનો સ્લેબ તૂટી પડતા રહેવાસીઓમાં ભય ફેલી ગયો હતો. સદભાગ્યે જાનહાનિ ટાળી શકાઈ હતી. નમી અંદાજે 40થી 45 વર્ષ જૂની આ બિલ્ડીંગ જરૂરી મેન્ટેન્સના અભાવે થવાના કારણે જર્જરિત થઇ છે. ત્યારે બિલ્ડીંગનો ભાગ તુટવાનો આવાજ સાંભળીને સ્થાનિકો નીચે દોડી આવ્યા હતા..ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટનાસ્થળે પોહંચી હતી અન સ્થઆનિકેને સલામત રીતે બહાર કાઢ્યા હતા. વડોદરાના મેયર પણ આ ઘટનાની જાણ થતા ત્યાં પહોંચ્યા હતા

ધોરાજીમાં મૃતકની બહેનના ફોનને પગલે અર્ધબળેલી લાશ ચિતા પરથી ઉતારી

ધોરાજીમાં મૃતકની બહેનના ફોનને પગલે અર્ધબળેલી લાશ ચિતા પરથી ઉતારી

ધોરાજીમાં કારખાનેદારની પત્નીનું મોત થતા પરિવાજનો અંતિમવિધિ કરવા સ્મશાન લઇ ગયા હતા. જોકે ઓસ્ટ્રેલિયાથી મૃતકની બહેનની ફોન આવતા પોલીસ મારતી ગાડીએ સ્મશાને પોહંચી હીત અને મૃતદહેને બાળતી ભઠ્ટી બંધ કરવા જાણાવ્યું હતું. મૃતક હર્ષાની બહેનને પોતાની બહેનનું મૃત્યુ કુદરતી લાગ્યુ નહોતું અને તેને બહેનના મોતની જાણ થતા ઓસ્ટ્રેલિયાથી ધોરાજી પોલીસને જાણ કરી હતી. કે તેની બહેનનું પોસ્ટમોર્ટમ કર્યા વિન જ તેના સાસરિયા મૃતદહેનો અંતિમસંસ્કાર કરી રહ્યા છે. ઘટના સ્થલે પોહંચેલી તાબડતોબ સ્મશાને અગ્નિદાહ અપાઈ ચૂકેલી લાશનો કબજો લીધો હતો અને તેને પોસ્ટમોર્ટમ માટે તથા એફએસએલમાં મોકલી આપી હતી . મૃતકના પતિ લલિતભાઇને આ અંગે પૂછતા તેણે પોલીસને જણાવ્યું હતું કે હર્શાને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને મારી ભૂલ છેકે તેના મોત બાદ પોસ્ટમોર્ટમ ન કરાવ્યું.

ભરૂચનો યોગેશ જાતિ બદલીને વડોદરામાં બન્યો 'માનવી'

ભરૂચનો યોગેશ જાતિ બદલીને વડોદરામાં બન્યો 'માનવી'

ભરૂચના યોગેશ વૈષ્ણવે પોતાની જાતિ બદલીને સ્ત્રી બનવાનું સ્વપ્ન 30 માર્ચના રોજ સાકાર થયુ હતું. યોગેશનું જેન્ડર ચેન્જ ઓફરેશન વડોદરાની હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના લક્ષ્ય ટ્રસ્ટમાં કાઉન્સિલર તરીકે કામ કરતો યોગેશ વૈષ્ણવ મૂળ ભરૂચનો રહેવાસી છે. એન્જિનયરિંગનો અભ્યાસ અધૂરોછોડનાર યોગેશ બાલપણથી અનુભવતો હતો કે તેનામાં સ્ત્રીના લક્ષણો છે. આથી યોગેશે 2011ના વર્ષમાં ડોક્ટરો પાસે પોતાનું કાઉન્સિલિંગ કરાવવાનું શરૂ કર્યુ હતું ત્યારબાદ યોગેશે સૅક્સ ચેંજનું ઑપરેશન કરાવવાનો નિર્ણય કર્યો હતો અને હવે યોગેશ માનવી નામ ધારણ કર્યુ છે.

દમણમાં સગીર પ્રેમી પંખીડાનો ગળે ફાંસો ખાઇને આપઘાત

દમણમાં સગીર પ્રેમી પંખીડાનો ગળે ફાંસો ખાઇને આપઘાત

દમણની વાડીમાં 16 વર્ષના યુવક તથા જંપોર ગામની 14 વર્ષીય કિશોરીએ ઝાડની ડાળી ઉપર દોરી બાંધીને ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું આ બંને પ્રેમી પંખીડા આત્મહત્યા કરતા પહેલા એક સુસાઇટ નોટ પણ લખતા ગયા હતા . પરિયારી ગામ ની સિમમાં અવર જ્વર ઓછી હોવાથી આ ઘટના 11 વાગ્યા ની આસપાસ અમુક લોકોને થતા તેઓ એ દમણ પોલીસને જાણ કરી હતી દમણ પોલીસ ઘટના ની જાણ થતા ઘટના થાળે દોડી આવી હતી અને બંનેની લાશ નીચે ઉતારી ને પીએમ માટે મોકલી આપી હતી. કિશોરીએ લખ્યું હતું કે મારો પરિવાર ગોતમ સાથે લગ્ન કરવાની ના પાડે છે. મારી આત્મહત્યા માટે પરિવાર જવાબદાર છે. સગીર વયના કિશોરોઓ કાચી વયની અણસમજુ લાગણીઓના પગલે આ અંતિમ પગલું લીધું હોવાની આ ઘટના પરથી સાબિત થઈ રહ્યુ છે.

ઇશરત જહાં કેસમાં મુંબઇમાં રહેતા ડી.જી.વણઝારાની ગુજરાત પ્રવેશની અરજી માન્ય

ઇશરત જહાં કેસમાં મુંબઇમાં રહેતા ડી.જી.વણઝારાની ગુજરાત પ્રવેશની અરજી માન્ય

ઈશરત જહા એન્કાઉન્ટર કેસના આરોપી પૂર્વ આઈપીએસ ડી. જી. વણઝારાની ગુજરાતમાં પ્રવેશની ઘડીઓ ગણાઈ રહી છે. આ કેસમાં ગુજરાત પ્રવેશની માગ કરતી વણઝારાની અરજી સીબીઆઈ કોર્ટે ગ્રાહ્ય રાખી છે. વણઝારાએ અરજીમાં જણાવ્યું હતુ કે ઇશરત એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇ કોર્ટે તેમને ગુજરાતમાં નહિ પ્રવેશ કરવાની શરતે જામીન આપ્યા છે. તેઓ મૂળ ગુજરાતના છે અને છેલ્લા ઘણા સમયથી તે પરિવારથી દૂર રહે છે. માટે તેમને જામીનની શરતોમાં સુધારો કરી ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવે. જ્યારે બીજી તરફ થોડા સમય પહેલા બોમ્બે હાઇકોર્ટે સોહરાબુદ્દીન એન્કાઉન્ટ કેસમાં વણઝારાને મુંબઇ છોડવા અને ગુજરાતમાં પ્રવેશ કરવા માટેની છૂટ આપી હતી.

અંકલેશ્વર જીઆઇડીસીમાં વેસલ ફાટતા બે કામદારના મોત સાત ઇજાગ્રસ્ત

અંકલેશ્વર જીઆઇડીસીમાં વેસલ ફાટતા બે કામદારના મોત સાત ઇજાગ્રસ્ત

અંકલેશ્વરના પાનોલીમાં આવેલી જી.આઈ.ડી.સીની આર.પી.ઇન્ડસ્ટ્રીઝમાં પ્રોસેસ દરમિયાન વેસલ ફાટતા ગરમાગરમ પાણી ઉડતા નવ કામદારો ગંભીર રીતે દાઝયા હતા. જે પૈકી એક કામદારનુ ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે એક કર્મચારીનું સારવાર દરમિયાન મોત થયું હતું. જીઆઇડીસીની .આર.પી.ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્ફલ્યૂન્ટ ટ્રીટમેન્ટ બાદની એવોપરેશનની પ્રક્રિયા દરમ્યાન દબાણ વધી જતા ધડાકા સાથે વેસલ ફાટ્યુ હતું. દાઝી ગયેલા અન્ય કામદારોને સારવાર અર્થે અંકલેશ્વર તથા ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં જ પાનોલીના ફાયર ફાઈટર્સ સહિત અંકલેશ્વર રૂરલ પોલીસ તેમજ ફેક્ટરી ઇન્સ્પેકટરની ટીમ ઘટના સ્થળે આવી ગઈ હતી.

ઉમરગામમાં વૃદ્ધ મહિલાને બંધક બનાવીને લૂંટ કરી..લૂટારૂ પોતે પણ ઘવાયા

ઉમરગામમાં વૃદ્ધ મહિલાને બંધક બનાવીને લૂંટ કરી..લૂટારૂ પોતે પણ ઘવાયા

ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલો ગુજરાતનો છેડો ગણાતા ઉમરગામમાં સંજાણ નજીકના ધીમસા કાકરીયા પાસે ઈરાની ફાર્મમાં ઘરફોડ ચોરી કરતી ટોળકી ગોવિંદ ધામ નામના બંગલામાં ત્રાટકી હતી. .. ડૉક્ટર સરલા ગણાત્રાના ઘરમાં ઘૂસેલા તસ્કરોએ વૃદ્ધ મહિલાને બાથરૂમમાં ગોંધી દીધા હતા અને તેમના નોકરને બંધક બનાવીને ઘરેણા તથા રોકડા એક લાખ રૂપિયાની લૂંટ કરી હતી. આ ઘટનામાં લૂંટારૂ બંગલાના કાચ તોડીને આવતા એ હદે ઘવાયા હતા કે ઘરમાં છેર છેર લોહી પડ્યું હતું. ઘટનાની જાણ ઉમર ગામ પોલીસને પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી ડોગ સ્કવોર્ડ સાથે તપાસ આદરી છે.

રીક્ષામાં બાળકી સાથે અડપલા કરતા ડ્રાઇવરનો વીડિયો ઉતારી જાગૃત નાગરિકે શાળાતંત્રને કરી જાણ

રીક્ષામાં બાળકી સાથે અડપલા કરતા ડ્રાઇવરનો વીડિયો ઉતારી જાગૃત નાગરિકે શાળાતંત્રને કરી જાણ

સુરતના પોશ વિસ્તાર ગણાતા ખટોદરામાં એક ખાનગી શાળામાં આવતી બાળકી સાથે તેનો રીક્ષા ડજ્રાઇવર અડપલા કરતો વીડિયોમાં કેદ થયો હતો. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે એક કાર ચાલક નામે અજય સિંહ ત્યાંથી પસાર થઇ રહ્યા હતા અજયસિંહે આ ઘ્રૂણાસ્પદ ઘટન નજરે જોતા તેનો વજિયો લઈ સાબિતી રૂપે શાળાતંત્રને બતાવ્યો અને શાળાતંત્રને જાણ કરી હતી. સમગ્ર ઘટનામાં વિવાદસ્પદ બ બત એ છેકે શાળાતંત્રએ આ કરતૂત કરનારા ડ્રાઇવર પાસે માત્ર માફીપત્ર લખાવીને તેને રવાના કર્યો હતો. અન પોલીસને જાણ પણ ન કરી હતી. જોકે સોશ્યિલ મીડિયામાં વીડિયો વાઇરલ થતા પોલીસ હરકતમાં આવી હતી અને શાળાસંચાલકોએ પોલીસને જાણ કેમ ન કરી તે અંગેની પૂછપરછ કરી હતી તેમજ ડ્રાઇવરની શોધ આરંભી હતી.

English summary
April 2: Top Local news of Gujarat read in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more