સીએમ રૂપાણીએ જવાનો માટે કર્યું આ ઉત્તમ કામ

Subscribe to Oneindia News

ભારતીય સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણી નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જવાનોને વિશેષ સન્માન આપ્યું હતું અને પોતે ઉપસ્થિત ન હોવા છતાં મુખ્યમંત્રી રૂપાણીએ સૈનિક નિધિ કલ્યાણમાં પોતાનો ફાળો નોંધાવ્યો હતો. મુખ્યમંત્રી રૂપાણીના સચિવ અશ્વિની કુમારે વિજયભાઈ વતી સૈનિક કલ્યાણ નિધિમાં ફાળો આપવાની સાથે શુભેચ્છાઓ પણ આપી હતી. મુખ્યમંત્રીએ શુભેચ્છાપત્રમાં લખ્યું હતું કે, માતૃભૂમિની રક્ષા માટે વીરગતિ પામેલા જવાનો અને તેમના પરિવારના કલ્યાણ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા પણ અપીલ કરી હતી.

Vijay Rupani

ઉલ્લેખનીય છે કે દર ૭ ડિસેમ્બરે 'સશસ્ત્ર સેના ઝંડા દિવસ' દેશની સેના પ્રત્યે સમ્માન પ્રકટ કરવાના દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. આ એ સૈનિકો માટે એકજૂથ દેખાડવાનો દિવસ છે. સાથે સેનામાં રહીને માત્ર સીમાઓની રક્ષા નહીં પરંતુ આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓ સાથે મુકાબલો કરીને શાંતિ સ્થાપિત કરીને પોતાનો જીવ દેશ માટે ન્યોછાવર કરી દીધો. ઝંડા દિવસ 7 ડિસેમ્બર 1949થી ભારતીય સેના દ્વારા દરેક વર્ષે મનાવવામાં આવે છે.

Sena

સશસ્ત્ર ઝંડા દિવસ દેશની સુરક્ષામાં શહીદ થયેલા સૈનિકોના પરિવારના લોકોને કલ્યાણ માટે મનાવવામાં આવે છે. આ દિવસે ઝંડાની ખરીદીથી એકત્રિત થયેલા રૂપિયાને શહીદ સૈનિકોના આશ્રિતોને કલ્યાણમાં ખર્ચ કરવામાં આવે છે. સશસ્ત્ર ઝંડા દિવસ દ્વારા જમા થયેલી રકમ યુદ્ધ વીરાગનાઓ, સૈનિકોની વિધવાઓ, દિવ્યાંગ સૈનિગક અને એમના પરિવારના લોકોના કલ્યાણ પર ખર્ચ કરવામાં આવે છે.

English summary
Armed Forces Flag Day : Vijay Rupani celebrate this day by doing this, Read here more.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.