For Daily Alerts
દેશદ્રોહ કેસમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ સામે ધરપકડ વોરન્ટ ઈશ્યુ કરાયો
ગુજરાતની એક અદાલતે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ સામે 2015ના દેશદ્રોહ કેસમા હાજર ન થવા પર ધરપકડનો વોરન્ટ ઈશ્યુ કર્યો છે. 20 દિવસમાં બીજી વાર છે જ્યારે એડિશનલ સેશન જજ બીજી ગણાત્રાએ હાર્દિક સામે સુનાવણીમાં હાજર ન રહેવા પર બિનજામીનપાત્ર વોરન્ટ ઈશ્યુ કર્યો છે.
આ પહેલા 18 જાન્યુઆરીએ કોર્ટે હાર્દિકની હાજરીમાંથી છૂટ આપવાની અરજી સામે સરકારની અરજી સ્વીકારીને ધરપકડ વોરન્ટ ઈશ્યુ કર્યો હતો. ત્યારબાદ હાર્દિકની ધરપકડ કરવામાં આવી હતી.
જો કે ચાર દિવસ બાદ અદાલતની કાર્યવાહીમાં સહયોગ કરવાના આધારે હાર્દિકને જામીન મળી ગયા હતા. જો કે અદાલતે સૂચના આપી હતી કે કોઈ વાજબી કારણ ન હોય ત્યાં સુધી તે ગેરહાજર નહિ રહે. અદાલતે જામીનની શરતોનુ પાલન ન કરવા પર તેની સામે ફરીથી વોરન્ટ ઈશ્યુ કર્યુ.
આ પણ વાંચોઃ Delhi Assembly Elections 2020: PM મોદીએ દિલ્લીના યુવાનોને કરી ખાસ અપીલ