જુઓ વીડિયો: કેજરીવાલની શરમજનક કરતૂત, ગુજરાતમાં 3 સ્થળો પર ભર્યો નહી ટોલ ટેક્સ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

અમદાવાદ, 13 માર્ચ: ભ્રષ્ટાચારનો ખાત્મો અને નિયમો અને કાયદાની મોટી મોટી વાતો કરનાર આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાત પ્રવાસ દરમિયાન જે દાવો કર્યો તે એકદમ શરમજનક છે. પોતાની પાર્ટીના અન્ય સભ્યોની સાથે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસના દાવાઓની તપાસ માટે રાજ્યના પ્રવાસ દરમિયાન ત્રણ સ્થળો પર ટોલ ટેક્સ આપ્યો ન હોવાનો આરોપ છે. ગુજરાત સરકારના પ્રવક્તા અને નાણાં મંત્રી નિતિન પટેલે આરોપ લગાવ્યો છે કે તેમણે પાટણ જિલ્લાના વારાહી ટોલ નાકા અને કચ્છ જિલ્લાના સૂરજવાડી અને સામખયાળીમાં ટોલ ટેક્સ ચૂકવ્યો ન હતો.

નિતિન પટેલે દાવો કર્યો છે કે ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કલસારિયા પણ તેમની સાથે યાત્રા કરી રહ્યાં હતા. તેમણે પોતાની કાર રોકી નહી જ્યારે ટોલ નાકાના કર્મચારીઓએ તેમને આમ કહ્યું હતું. આ આરોપો પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં આપના પ્રદેશ સંયોજક સુખદેવ પટેલે કહ્યું હતું કે અમારી પર આ પ્રકારના આરોપો લગાવતાં પહેલાં તેમને પોતાનો ઇતિહાસ તપાસવો જોઇએ. તેમને વિઠ્ઠલ રાદડિયાને પોતાની પાર્ટીમાં લીધા, જેમના પર ટોલ ટેક્સ માંગવાના મુદ્દે ટોલનાકાના કર્મચારીને બંદૂક બતાવવાનો આરોપ છે.

તમને જણાવી દઇએ કે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હોવાના લીધે કદાચ તેમને ટેક્સમાં છૂટ મળી શકે છે, પરંતુ તેમના કાફલાને નહી. તેમની સાથે મનીષ સિસોદિયા, કનુભાઇ કલસરિયા સહિત કેટલાક અન્ય નેતાઓએ ટેક્સ ભર્યો ન હતો. રાજ્ય સરકારે આ મુદ્દાને સંજ્ઞાનમાં લેતાં આ ટોલનાકાના વીડિયો ફૂટેજ મંગાવ્યા હતા, જેનાથી જાણી શકાય કે અરવિંદ કેજરીવાલે ટેક્સ ભર્યો હતો કે નહી. તો આવો તે ત્રણ વીડિયોને સ્લાઇડમાં જોઇએ, જે સ્પષ્ટપણે સાબિત કરી શકે છે કે અરવિંદ કેજરીવાલ નિયમોના ધજાગરા કેવી રીતે ઉડાવી રહ્યાં છે.

કેજરીવાલે તોડ્યો કાયદો, 3 સ્થળે ભર્યો નહી ટોલ ટેક્સ

કેજરીવાલની શરમજનક કરતૂત, ગુજરાતમાં 3 સ્થળો પર ભર્યો નહી ટોલ ટેક્સ

કેજરીવાલે તોડ્યો કાયદો, 3 સ્થળે ભર્યો નહી ટોલ ટેક્સ

કેજરીવાલની શરમજનક કરતૂત, ગુજરાતમાં 3 સ્થળો પર ભર્યો નહી ટોલ ટેક્સ

કેજરીવાલે તોડ્યો કાયદો, 3 સ્થળે ભર્યો નહી ટોલ ટેક્સ

કેજરીવાલની શરમજનક કરતૂત, ગુજરાતમાં 3 સ્થળો પર ભર્યો નહી ટોલ ટેક્સ

મહિલાની સીટ પર બેસીને મેટ્રોમાં કરી મુસાફરી

નિયમ કાયદા અને ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવીને દિલ્હીના મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચેલા આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલે શપથ ગ્રહણના દિવસે નિયમો તોડતાં જોવા મળ્યા હતા. યૂ ટ્યૂબ પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે મેટ્રોમાં મહિલા માટે અનામત સીટ પર બેસેલા દેખાય છે. હવે જો આ વીડિયો સાચો છે અને જો તેની સાથે કોઇપણ પ્રકારની છેડછાડ કરવામાં આવી નથી તો આ મેટ્રોનું નિયમોનું ઉલ્લંઘન છે.

English summary
Gujarat Government accused Aam Aadmi Party leader Arvind Kejriwal and other party members of not paying the road toll at three places during his tour of the state to verify development claims of Chief Minister Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X