For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલે 3 જીવિતા RTI કાર્યકર્તાઓને આપી દિધી શ્રદ્ધાંજલિ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 10 માર્ચ: આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે અહીં પોતાની રેલીમાં ચાર આરટીઆઇ કાર્યકર્તાઓને શ્રદ્ધાંજલિ આપી દિધી હતી જ્યારે તેમાંથી 3 જીવિત છે. અરવિંદ કેજરીવાલે પોતાના ભાષણમાં કહ્યું હતું કે સમાજના હિત માટે શહીદ થનાર અમિત જેઠવા, ભાનૂ દેવાની, જયસુખ ભમભાનિયા અને મનીષા ગૌસ્વામીનું નામ લીધું.

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું હતું કે સૌથી પહેલાં આ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું જેમણે ગત 10 વર્ષોમાં ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડતાં પોતાના પ્રાણ ત્યાગ કરી દિધા. તેમણે આ બધાને શ્રદ્ધાંજલિ આપી હતી. ચાર દિવસના પ્રવાસ બાદ અરવિંદ કેજરીવાલે રોડ શો કર્યો હતો અને એક રેલીને સંબોધિત કરી.

તેમણે જે ચાર લોકોના નામ લીધા તેમાંથી ફક્ત અમિત જેઠવાનું મોત થયું છે. અમિત જેઠવાની 20 જુલાઇ 2010ના રોજ ગુજરાત હાઇકોર્ટની સામે કથિત રીતે ખનન માફિયાઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. પરંતુ અન્ય ત્રણ જીવિત છે. પોરબંદર જિલ્લાના એક વકીલ ભાનૂ દેવાની (64)એ કહ્યું હતું કે મારી પર ત્રણ વર્ષ પહેલાં હુમલો થયો હતો પરંતુ હવે મારી તબિયત સારી છે અને ભ્રષ્ટાચાર વિરૂદ્ધ મારી લડાઇ ચાલુ છે.

arvind

ભાનૂ દેવાનીએ કહ્યું હતું કે હું જલદી જ આપમાં જોડાવવા જઇ રહી છું. અરવિંદ કેજરીવાલ જેવા આરટીઆઇ કાર્યકર્તાઓ સારું નેતૃત્વ આપી શકે છે. પોરબંદરમાં ભાનૂ દેવાનીને 25 જુલાઇ 2011ના રોજ પાંચ છ લોકોએ કારથી બહાર કાઢીને પેટમાં ચાકુ મારી દિધું હતું પરંતુ તે બચી ગઇ હતી.

જયસુખ ભમભાનિયા (42)એ કહ્યું હતું કે હું ભાગ્યશાળી છું કે 24 ઓગષ્ટના રોજ 2011ના રોજ હુમલામાં હું જીવતો બચી ગયો. મારા દ્વારા એક રેસ્ટોરન્ટના નિર્માણ અને આરટીઆઇ દ્વરા બાઇક વેન્ડરોને નકલી લાયસન્સ આપવા સંબંધી આરટીઆઇ અરજી દાખલ કરવામાં આવતાં નિષ્ફળ એસિડ હુમલા બાદ તલવાર અને પાઇપો વડે હુમલો થયો. મનીષા ગૌસ્વામી પર 21 સપ્ટેમ્બર 2011ના રોજ હુમલો થયો હતો કારણ કે તેમને એક ખાનગી ફાર્મ દ્વારા પર્યાવરણ મંજૂરી લેવા સંબંધિત જાણકારી માટે અરજી કરી હતી.

English summary
AAP leader Arvind Kejriwal committed a gaffe at his rally in Ahmedabad when he paid homage to four RTI activists, of whom three happen to be alive. Kejriwal started his speech on Saturday by reading an obituary note in which he named Amit Jethwa, Bhagu Dewani, Jaysukh Bhambhaniya and Manisha Goswami as martyrs for the cause of society.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X