For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ગુજરાતમાં સરકાર બની તો આપીશુ 10 લાખ નોકરીઓ, બેરોજગારોને રૂ.3 હજાર આપીશુ'

ગુજરાત ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે એક મોટુ વચન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાત ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે એક મોટુ વચન આપ્યુ છે. કેજરીવાલે કહ્યુ છે કે જો ગુજરાતમાં તેમની સરકાર બનશે તો તેઓ અહીં 10 લાખ સરકારી નોકરીઓ આપશે. આ ઉપરાંત રાજ્યના બેરોજગારોને દર મહિને 3,000 રૂપિયાનુ ભથ્થુ પણ આપવામાં આવશે. આ મોટા વચનો કેજરીવાલે તેમની બીજી મોટી ગેરંટી તરીકે આપ્યા હતા. તેમણે કહ્યુ કે ગુજરાતની જનતા પણ અમારી મફત વીજળી-પાણી યોજનાનો લાભ ઇચ્છે છે. તેથી પંજાબ અને દિલ્લીની જેમ અમે અહીં પણ જનહિત યોજનાઓ લાગુ કરીશુ.

અમારી સરકાર આવી તો આપીશુ 10 લાખ નોકરીઓ

અમારી સરકાર આવી તો આપીશુ 10 લાખ નોકરીઓ

કેજરીવાલે બેરોજગારી અને મોંઘવારીને લઈને વર્તમાન સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં નકલી દારૂના કારોબાર અને અકાળે મોતને લઈને ભાજપ સરકારને કોસી હતી. કેજરીવાલે કહ્યુ કે અહીં દારૂ માફિયાઓનુ રાજ છે. તેમણે કહ્યુ કે જો આપ સરકાર બનશે તો અમે સ્પષ્ટ નીતિઓ લાવીશુ. નોકરી અપાવવાના નામે થતી લાંચ રૂશ્વત અટકશે. તેમણે કહ્યુ કે હું રાજ્યના બેરોજગારોને રોજગારની ગેરંટી પણ આપુ છુ.

એક્ઝામ પીપર લીક રોકવા માટે લાવીશુ કાયદો

એક્ઝામ પીપર લીક રોકવા માટે લાવીશુ કાયદો

કેજરીવાલે કહ્યુ, 'અમે અહીં લોકોની જરૂરિયાતો મુદ્દે AAPના ગુજરાત યુનિટ સાથે ચર્ચા કરી છે. હવે એક ટીમ સાથે આયોજન કરી રહ્યા છે. અહીં અમારી સરકાર પરીક્ષા પેપર લીક ભવિષ્યમાં ન થાય તે માટે કાયદો લાવશે. તેમણે કહ્યુ કે અમે સહકારી ક્ષેત્રમાં નોકરીની તમામ પ્રક્રિયાને પારદર્શક બનાવીશુ.

અહીં પણ મળશે 300 યુનિટ ફ્રી વીજળી

અહીં પણ મળશે 300 યુનિટ ફ્રી વીજળી

આ પહેલા કેજરીવાલે સુરતમાં લોકોને પહેલી ગેરંટી આપી હતી. તેમણે કહ્યુ કે જો અમારી સરકાર બનશે તો તમને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. કેજરીવાલે કહ્યુ કે મોંઘવારી નિયંત્રણ બહાર છે. વીજળીના ભાવ પણ સતત વધી રહ્યા છે પરંતુ હું કહેવા માંગુ છુ કે અમારી સરકાર આવશે ત્યારે આ સમસ્યા નહિ રહે.

આ વર્ષે ડિસેમ્બરમાં છે ચૂંટણી

ગુજરાતમાં ડિસેમ્બર 2022માં વિધાનસભાની ચૂંટણી થવાની છે. જેથી તમામ પક્ષો પોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. છેલ્લા કેટલાક મહિનાઓથી કેજરીવાલ સતત ગુજરાતમાં આવી રહ્યા છે. રાજ્યમાં તેઓ પોતાની પાર્ટીને મજબૂત કરવા અને સત્તાધારી ભાજપને કડક ટક્કર આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક તરફ તેઓ પંજાબમાં AAPની સરકાર બન્યા બાદ નવી યોજનાઓ લાવવાના દાવા કરી રહ્યા છે, તો બીજી તરફ તે લોકોને પોતાના દિલ્લી મોડલ વિશે પણ જણાવી રહ્યા છે.

English summary
Arvind Kejriwal promises to gujarati people- Our govt provide 10 lakh jobs, and Rs 3000 allowance to unemployed youths
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X