અરવિંદ કેજરીવાલ પહોંચ્યા અમદાવાદ, થયું ભવ્ય સ્વાગત

Posted By:
Subscribe to Oneindia News

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં આપ કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલ અહીંથી મહેસાણા જવા નીકળી જશે. જ્યાં તે સ્વર્ગીય મયુર પટેલના પરિવારને મળશે. અને ત્યાર બાદ રાતના મહેસાણાના સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે.

kejriwal

નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલની આ યાત્રાને રાજકીય દ્રષ્ટ્રિએ ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. અરવિંદ કેજરીવાલ 16મી તારીખે સુરતમાં એક જનસભાને પણ સંબોધવાના છે. અને તે પહેલા મહેસાણા અને ઊંઝામાં પાટીદારો સાથે મુલાકાત કરવાના છે.

English summary
Arvind Kejriwal Reached Ahmedabad. Read more here
Please Wait while comments are loading...