અરવિંદ કેજરીવાલ મળ્યા મૃતકના પરિવારને, કહ્યું ન્યાય માટે લડશું

Posted By:
Subscribe to Oneindia News

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી તેવા અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના પ્રવાસે છે. શુક્રવારે સાંજે અમદાવાદ આવી પહોંચેલા અરવિંદ કેજરીવાલે તે બાદ મહેસાણા પહોંચ્યા હતા. જ્યાં તેમણે પાટીદાર અનામત આંદોલન વખતે પોલિસ ફાયરિંગમાં મૃત્યુ પામેલા મયુર પટેલ અને નીશિત પટેલના પરિવારને મળ્યા હતા.

arvind kejriwal

મૃતક મયુર પટેલ અને નીશિત પટેલના પરિવારને મળીને અરવિંદ કેજરીવાલે તેમને સાંત્વના આપી હતી. અને કહ્યું  હતું કે તે ન્યાય માટે લડત ચાલુ રાખશે. જે બાદ તે મહેસાણા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. જ્યાં તે આજે રાત્રી રોકાણ કરશે. 

Read also: કેજરીવાલને લઇને સુરતમાં પોસ્ટર વોર, બિન લાદેન સાથે પોસ્ટરમાં

kejriwal

નોંધનીય છે કે આજે અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને અરવિંદ કેજરીવાલે મીડિયા સમક્ષ કેટલીક વાતો કહી હતી. જ્યાં તેમણે જણાવ્યું હતું કે "અમિત શાહ, મારી રેલીમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે."

kejriwal

સુરત રેલીમાં કરીશું ચર્ચા
વધુમાં અમદાવાદ એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલે મીડિયાને જણાવ્યું કે તે સુરતની રેલી દરમિયાન ગુજરાતના પ્રશ્નોની ચર્ચા જનતા સાથે કરશે. અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 2017ની ચૂંટણી લડવી જોઇએ કે કેમ તે અંગે પણ તે સભા દરમિયાન લોકોને પૂછશે. નોંધનીય છે કે અમદાવાદ એરપોર્ટ પર મોટી સંખ્યામાં આપ કાર્યકર્તાઓ અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવા માટે આવી પહોંચ્યા હતા. અને તેમણે અરવિંદ કેજરીવાલનું ખૂબ જ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

kejriwal


લાલજી પટેલે કહ્યું આપ તેનું વલણ સ્પષ્ટ કરે


નોંધનીય છે કે એસપીજીના કન્વીનર લાલજી પટેલે અરવિંદ કેજરીવાલની મહેસાણા મુલાકાત અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે અરવિંદ પટેલ પાટીદાર અનામત આંદોલન અંગે પોતાનું વલણ પહેલા સ્પષ્ટ કરે. તે પછી જ આ અંગે વધુ કંઇ વાતચીત થઇ શકે છે.

jitu


જીતુ વાધાણીએ શું કહ્યું?

તો ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણીએ અરવિંદ કેજરીવાલની આ મુલાકાત અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે અરવિંદ કેજરીવાલને ગુજરાતની જનતા કદી નહીં સ્વીકારે. વધુમાં તેણે અરવિંદ કેજરીવાલને દંભી નેતા કહ્યા. નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલે અમદાવાદ એરપોર્ટ પર મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે અમિત શાહવ સુરતની તેમની રેલીમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

hardik patel

હાર્દિક પટેલે કર્યું કેજરીવાલનું સમર્થન!

તો બીજી તરફ અરવિંદ કેજરીવાલના અમદાવાદમાં આવવાની સાથે જ હાર્દિક પટેલે ફેસબુક પર એક વીડિયો મૂકી પાટીદારોને અરવિંદ કેજરીવાલની આ મુલાકાતને આવકારવાની અપીલ કરી હતી. જેમાં હાર્દિક પટેલે જણાવ્યું કે જે રાજકીય નેતા મૃતકોના પરિવારને મળીને અનામતના મુદ્દાને દેશના અન્ય રાજ્યો સમક્ષ પણ મૂકી રહ્યા છે. તેમને આવકારવા જોઇએ. જો કે સાથે જ તેમણે કોઇ પણ રાજકીય પાર્ટીની સાથે ન હોવાની વાત પર પણ ભાર મૂક્યો હતો.

English summary
Kejriwal reached Mehsana. Read all the update on his Gujarat visit here.
Please Wait while comments are loading...