For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: રીક્ષાવાળાને ઘરે જમવા જઈ રહેલા કેજરીવાલને ગુજરાત પોલીસે રોક્યા, કેજરીવાલે કહ્યુ - હું CM છુ

અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં એક રીક્ષાવાળાના ઘરે ભોજન લેવા જઈ રહ્યા હતા પરંતુ ગુજરાત પોલીસે તેમને અટકાવ્યા અને કહ્યુ કે

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. સોમવારે અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં એક રીક્ષાવાળાના ઘરે ભોજન લેવા જઈ રહ્યા હતા પરંતુ ગુજરાત પોલીસે તેમને અટકાવ્યા અને કહ્યુ કે સુરક્ષાના કારણોસર તેમને આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે નહિ. આ દરમિયાન કેજરીવાલ અને પોલીસ અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

kejriwal

કેજરીવાલને મળ્યુ હતુ જમવાનુ આમંત્રણ

તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલને એક રીક્ષાવાળાએ તેના ઘરે ડિનર માટે આમંત્રણ આપ્યુ હતુ. આ આમંત્રણને સ્વીકારીને કેજરીવાલે સોમવારે સાંજે તેના ઘરે જવાનુ નક્કી કર્યુ અને કેજરીવાલ સાંજે 7.30 વાગ્યાની આસપાસ રીક્ષાવાળા વિક્રમભાઈ દંતાણીના ઘરે જવા રવાના થયા પરંતુ પોલીસે તેમને રસ્તામાં રોકી દીધા.

ઘટનાનો વીડિયો વાયરલ

તમને જણાવી દઈએ કે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. વીડિયોમાં અરવિંદ કેજરીવાલ અને પોલીસકર્મીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી રહી છે. આ દરમિયાન મુખ્યમંત્રી કેજરીવાલે પોલીસકર્મીને કહ્યુ કે તમે મુખ્યમંત્રીને આ રીતે રોકી ના શકો. બીજી તરફ પોલીસ અધિકારીઓ પ્રોટોકોલનો હવાલો આપીને કેજરીવાલને રોકવા માટે કહી રહ્યા છે. આના પર અરવિંદ કેજરીવાલે કહ્યુ કે તમને શરમ આવવી જોઈએ, તમારા નેતાઓ જાહેરમાં જતા નથી અને જ્યારે અમે જઈ રહ્યા છીએ ત્યારે તમે અમને રોકી રહ્યા છો.

આ વર્ષે ગુજરાતમાં થવાની છે ચૂંટણી

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેના કારણે આમ આદમી પાર્ટીએ રાજ્યની અંદર પોતાનો ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. પ્રચારના ભાગરૂપે અરવિંદ કેજરીવાલ ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. સોમવારે તેમણે ઓટો રિક્ષા ચાલકોની સભાને સંબોધન કર્યુ હતુ.

English summary
Arvind Kejriwal stopped by Gujarat police when he visiting auto driver home
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X