કેજરીવાલે અમિત શાહ પર તાક્યું નિશાન
આમ આદમી પાર્ટીના મુખિયા અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે. કેજરીવાલે જ્યારથી ગુજરાતમાં પગ મૂક્યો છે ત્યારથી તેમનો વિરોધ થઈ રહ્યો છે.

અરવિંદ કેજરીવાલે અમિત શાહ પર આરોપ લગાવતા કહ્યું છે કે અમિત શાહ છેલ્લા ત્રણ દિવસથી અડચણ ઉભી કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે આમ આદમી પાર્ટીની સભા નિષ્ફળ જાય તે માટે ભાજપ પ્રયત્નો કરી રહ્યા છે.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે યોગીચોક ખાતે જાહેર સભા સંબોધશે. સભા પહેલાં જ વરાછા વિસ્તારમાં કેજરીવાલ વિરોધી પોસ્ટર્સ લાગી ગયાં છે. ત્યારે કેજરીવાલની સભામાં નવાજૂની થવાની શક્યતા રહેલી છે.

બે દિવસની ગુજરાત મુલાકાતે આવેલા આપના સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે ગુજરાતમાં વિધાનસભાની આગામી ચૂંટણી લડવી કે નહીં તે અંગે પ્રજાને પૂછીને નિર્ણય લેવામાં આવશે.













Click it and Unblock the Notifications
