For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મિશન 2014માં વ્યસ્ત છે મોદી, આ લોકોના હાથમાં ગુજરાતના વિકાસરથની દોરી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 19 જુલાઇઃ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના ચૂંટણી પ્રચાર અભિયાન સમિતિના અધ્યક્ષનું પદ સંભાળ્યા બાદ કેન્દ્રીય રાજકારણમાં વ્યસ્ત થઇ ગયા છે અને 2014માં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએને સત્તા પર લાવવા માટેનું મિશન હાથ ધરી લીધું છે, ત્યારે મોદીના સહયોગીઓ દ્વારા ગુજરાતના વિકાસના રથને એ જ ગતિએ આગળ વધારવાની જવાબદારી સંભાળી લેવામાં આવી છે.

રાજ્યના નાણામંત્રી નિતિન પટેલ કે જે ગુજરાત કેબિનેટમાં નંબર ટૂ પર છે અને રેવન્યુ મંત્રી આનંદીબેન પટેલે મોદીની વ્યસ્તાને જોઇને પોતાની જવાબદારીઓ સ્વિકારી લીધી છે, જો કે રિપોર્ટ અનુસાર એ પછીથી નક્કી કરવામાં આવશે કે મુખ્યમંત્રી મોદીની અનઉપસ્થિતિમાં રાજ્યનો કારભાર કોને સંભાળવા મળશે. ભૂતકાળમાં આનંદીબેન પટેલ આ જવાબદારી અમિત શાહ સાથે સંભાળતા હતા. અમિત શાહ પણ નરેન્દ્ર મોદીની સાથે હાલ પક્ષના રાષ્ટ્રીય મિશનમાં વ્યસ્ત છે.

narendra-modi
અમિત શાહ રાષ્ટ્રીય મિશનમાં મોદી સાથે જોડાતા હવે રાજ્યની જવાબદારી નિભાવવામાં નવું નામ ઉમેરાયું છે અને તે છે સૌરભ પટેલનું. સૌરભ પટેલ રાજ્યમાં પેટ્રોલિયમ અને એનર્જી મંત્રી છે. આ ઉપરાંત કુનિયિલ કૈલાશનાથન કે મુખ્યમંત્રી કાર્યાલયમાં એડિશનલ ચીફ સેક્રેટરી હતા, તે પણ આ બોર્ડમાં છે. કૈલાશનાથનને મોદીના નજીકના માનવામાં આવે છે અને તેમણે બે વર્ષમાં પ્રિન્સિપલ સેક્રેટરીનો ચાર્જ સંભાળ્યો હતો. તેઓ મેમાં નિવૃત્ત થયા છે.

ગુજરાત સરકારના સૂત્રોએ જણાવ્યું છે કે, ઉપમુખ્યમંત્રીની નિયુક્તિ ત્યારે કરવામાં આવશે જ્યારે નરેન્દ્ર મોદી પોતાના રાષ્ટ્રીય મિશનમાં વધું વ્યસ્ત થઇ જશે.

English summary
As Gujarat Chief Minister gets busier with his Mission 2014 as the chief of the BJP's election campaign committee, his close aides have found themselves engaged with running the show in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X