For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસારામ સામે વધુ એક કેસ, ગુજરાત હાઈકોર્ટનો આદેશ - 6 મહિનામાં પૂરી કરો ટ્રાયલ

આસારામ સામે હવે વધુ એક મહિલાનો કેસ અદાલતમાં ચાલી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ કથાવાચક આસારામ અને તેનો દીકરો આજીવન કેદની સજા કાપી રહ્યા છે. બંને બળાત્કારના ગુનામાં છે. આસારામ સામે હવે વધુ એક મહિલાનો કેસ અદાલતમાં ચાલી રહ્યો છે. સૂરતની મહિલાએ આસારામ પર દુષ્કર્મનો કેસ નોંધાવ્યો હતો. 2014થી આ કેસ ગાંધીનગર જિલ્લા અદાલતમાં પેન્ડીંગ છે. હવે હાઈકોર્ટે કહ્યુ છે કે આ કેસની ટ્રાયલ 6 મહિનામાં પૂરી કરવામાં આવે માટે માનવામાં આવી રહ્યુ છે કે હવે આ કેસ લાંબો નહિ ચાલે.

asaram bapu

ગુજરાત હાઈકોર્ટે કહ્યુ છે કે આસારામના કેસની ટ્રાયલ પૂરી કરવા માટે હવે છેલ્લી વાર સમય આપવામાં આવી રહ્યો છે. વળી, ટ્રાયલ કોર્ટે 9 મહિનામાં માંગેલા સમયને ઠુકરાવીને 6 મહિનામાં પૂરુ કરવાનો આદેશ આપ્યો છે. જસ્ટીસ એજે દેસાઈએ કહ્યુ છે કે ટ્રાયલને જલ્દી પૂરી કરવા પર જોર રહે. હવે એક વાર પણ સમય સીમા નહિ મળે. ઉલ્લેખનીય છે કે આસારામ રાજસ્થાનના જોધપુરની જેલમાં બંધ છે. તેને એક છાત્રા સાથે દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા થઈ છે. તેનો દીકરો નારાયણ સાઈ પણ જેલમાં સજા કાપી રહ્યો છે. પિતા-પુત્ર બંનેને મહિલાઓના શોષણમાં જેલ થઈ હતી.

આસારામની પૃષ્ઠિભૂમિ

આસારામનુ આખુ નામ આસૂમલ સિરુમલાની છે. 17 એપ્રિલ, 1941ના રોજ આસારામ સિંધ પ્રાંતના નવાબશાહ જિલ્લાના બેરાણી ગામમાં જન્મ્યા હતા. હવે એ જગ્યા પાકિસ્તાનમાં આવે છે. જણાવવામાં આવે છે કે વિભાજન દરમિયાન આસારામનો પરિવાર ભારત આવી ગયો હતો. આસારામના લગ્ન લક્ષ્મી દેવી સાથે કરાવવામાં આવ્યા. જેનાથી બે બાળકો નારાયણ અને ભારતી થયા. આસારામે ઘણા કામ-ધંધા શરુ કર્યા. તે કથાવાચક બની ગયો. ધીમે-ધીમે તેને એટલી પ્રસિદ્ધિ મળી કે તેના દર્શન માટે દેશમાં લાખો ફોલોઅર થઈ ગયા. તેણે 10 હજાર કરોડનુ સામ્રાજ્ય ઉભુ કરી દીધુ.

English summary
Asaram Bapu : Another case is ongoing in the gandhinagar district court, High court order says- complete the trial within 6 months
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X