આસારામની પૂછપરછ થશે પત્ની અને દીકરીની સામે, રસોઇયાની ધરપકડ
અમદાવાદ, 20 ઓક્ટોબર : શારીરિક શોષણ અને બળાત્કારના કેસમાં અમદાવાદ પોલીસ આસારામની પૂછપરછ તેમની પત્ની લક્ષ્મી અને દીકરી ભારતીને સામે બેસાડીને કરશે. આવી જ રીતે પત્ની અને દીકરીની પૂછપરછ પણ આસારામને સામે બેસાડીને કરશે. આ દરમિયાન પ્રાપ્ત માહિતી અનુસાર આસારામના રસોઇયા અખિલેશ ગુપ્તાની ધરપકડ કરી છે. હવે થોડા સમયમાં એટીએસની ઓફિસમાં પૂછપરછનો દોર શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે સુરતની પીડિતાના આરોપ અનુસાર જ્યારે વર્ષ 2001માં તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો ત્યારે અખિલ શાંતિ વાટિકામાં હાજર હતો. ગુજરાત પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય પોલીસે ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાંથી અખિલની ધરપકડ કરી છે. તેને શનિવારે રાત્રે વિમાન મારફતે અમદાવાદ લવાયો હતો.

પોલીસે અખિલની પત્નીની પણ ધરપકડ કરી છે કારણ કે તે પણ આસારામની સાધિકા કહી ચૂકી છે. બંનેની પૂછપરછમાં અનેક નવી કડીઓ મળે તેવી શક્યતા છે. જો કે હજી પોલીસે આ કેસમાં અનેકની ધરપકડ કરવાની બાકી છે.












Click it and Unblock the Notifications
