For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસારામની પત્ની-પુત્રીનો છુટકારો, નારાયણ સાંઇ પોલીસ કસ્ટડીમાં

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 24 ડિસેમ્બર: ગુજરાતના સુરતની એક મહિલા દ્વારા દાખલ કરાવવામાં આવેલા બળાત્કારના કેસમાં અમદાવાદ પોલીસે આસારામની પત્ની અને પુત્રીની ધરપકડ કરી હતી, જો કે તેમને આગોતરા જામીન મળતાં તેમને છોડી મુકવામાં આવ્યા છે. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર પ્રક્રિયા હેઠળ અમે રવિવારે આસારામ પત્ની લક્ષ્મી અને પુત્રી ભારતીને ધરપકડ કરી હતી કારણ કે તેમનું નામ બળાત્કાર કેસ સાથે જોડાયેલી એફઆરઆઇમાં દાખલ હતું. અધિકારીએ કહ્યું હતું કે તેમને પછી છોડી મુકવામાં આવ્યા હતા કારણ કે તેમને ગાંધીનગરની કોર્ટમાં આગોતરા જામીન મેળવી લીધા હતા.

બંને બહેનોએ આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઇ વિરૂદ્ધ પોતાની ફરિયાદમાં બળાત્કાર, યૌન શોષણ અને ગેરકાયદેસર રીતે રોકી રાકવા અને અન્ય આરોપ લગાવ્યા હતા. સાથે જ આસારામની પત્ની અને પુત્રી પર છોકરીઓનું શોષણ કરવામાં તેમની મિલીભગત માટે ફરિયાદ નોંધાવી હતી.

asaram-bapu-wife-laxmi

આસારામ વિરૂદ્ધ પોતાની ફરિયાદમાં મોટી બહેને 1997 અને 2006 દરમિયાન તેમના પર વારંવાર યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો જ્યારે અમદાવાદ બહારના વિસ્તારમાં આવેલામાં રહેતી હતી.

તો બીજી તરફ આસારામ પુત્ર નારાયણ સાઇને લાંચ કેસમાં એક જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. નારાયણ સાંઇ પર બળાત્કારનો પણ આરોપ છે. વધારાના સત્ર ન્યાયાધીશ એમ આર મેંગેદાની સમક્ષ નારાયણ સાંઇને રજૂ કરવામાં આવ્યા હતા. ન્યાયાધીશે તેમને 14 દિવસ સુધી સુરત પોલીસની કસ્ટડીમાં મોકલી દિધા છે.

English summary
A special investigation team (SIT) probing rape charges against Asaram Bapu arrested his wife Lakshmi and daughter Bharti at the Chandkheda police station on Sunday afternoon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X