For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય આશા પટેલ સ્વમાન સાચવવા ભાજપના શરણે !!

કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય આશા પટેલ સ્વમાન સાચવવા ભાજપના શરણે

|
Google Oneindia Gujarati News

ઉંઝાના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ હવે ભાજપમાં સામેલ થઇ જશે તે નિશ્ચિત છે. ધારાસભ્ય પદ અને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાના 6 દિવસ બાદ ભાજપનો ખેસ ધારણ કરશે. પોતાના કાર્યકરોના અભિપ્રાય મેળવ્યા બાદ બુધવારે મોડી સાંજે આશા પટેલે રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ સાથે મળીને વાતચીત કરી હતી.

નારાયણ પટેલે આશા પટેલના ભાજપ પ્રવેશને આવકાર્યો

નારાયણ પટેલે આશા પટેલના ભાજપ પ્રવેશને આવકાર્યો

આશા પટેલના ભાજપમાં જોડાવા અંગે પુર્વ ધારાસભ્ય નારાયણ પટેલે જણાવ્યું કે, હું આશાબેન ભાજપમાં જોડાય તો નારાજ નથી. હું તો તેમનું સ્વાગત કરું છું. તેમના આવવાથી પાર્ટીની શક્તિમાં વધારો થશે. આજે પાટણમાં ભાજપનું એક સંમેલન મળવાનું છે. ત્યારે તેઓ ભાજપમાં સામેલ થઇ શકે છે. આશા પટેલની ઉંઝાની APMCની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરશે કે નહીં તે વિશે જણાવ્યું હતું કે, આશાબેન હસ્તક્ષેપ કરશે કે નહીં તે ભવિષ્યની વાત છે. APMC અને રાજકારણ અલગ વાત છે. આશા પટેલ પણ એપીએમસી અંગે નકારી ચુક્યા છે.

સ્વમાન માટે ભાજપમાં જોડાયા !!

સ્વમાન માટે ભાજપમાં જોડાયા !!

આશા પટેલ કોંગ્રેસમાંથી ભાજપમાં પોતાનું સ્વમાન જળવાય તે માટે જોડાયા છે. આશા પટેલે કોંગ્રેસ છોડવાનું મુખ્ય કારણ તેમને પક્ષમાં સન્માન ન મળતું હોવાનું અને તેમને કોઇ સાંભળતું ન હોવાનું જણાવ્યું છે. પરંતું, તેમના રાજીનામાંના દિવસે ભાજપના મહિલા નેતા રેશમા પટેલે સ્વમાન માટે ભાજપમાં આવતાં હોવ કે, લોકોની સેવા માટે ભાજપમાં જોડાવાના હોવ તો ન આવવા અપીલ કરી હતી.

આશા પટેલનું જળવાશે સન્માન ?

આશા પટેલનું જળવાશે સન્માન ?

ખરેખર રીતે, હાલમાં ભાજપના સિનિયર નેતાઓની જે રીતે અવગણના કરવામાં આવી રહી છે. ભાજપના નેતાઓ કે કાર્યકરોને કોઇ સાંભળતુ નથી. ત્યારે, આશા પટેલની સ્વમાન સાચવવા ભાજપમાં જોડાવાની વાત હાસ્યાસ્પદ જરૂર લાગે છે. ભાજપની વર્તમાન નેતાગીરી તેમના પાયાના નેતાઓ અને કાર્યકરોનું સન્માન જાળવી શકતી ન હોય ત્યારે, આશા પટેલનું સન્માન ક્યાંથી અને કેવી રીતે કરશે તે સવાલ પણ લોકોમાં ઉભો થઇ રહ્યો છે.

કોંગ્રેસે મેળવેલો ગઢ ગુમાવ્યો !

કોંગ્રેસે મેળવેલો ગઢ ગુમાવ્યો !

આશા પટેલ ભાજપમાં જોડાતાં પહેલાં તેમના ગોળના પાટીદાર સંગઠનના કાર્યકરો સાથે મળીને તેમનો અભિપ્રાય લીધો હોવાનો તેમણે દાવો કર્યો છે. પરંતું, ખરેખર રીતે તેમણે ઉંઝા મતદારોના સહયોગથી ચૂંટાયા છે. ત્યારે, તેમણે તમામ મતદારોને સાંભળીને પાર્ટી છોડવાનો નિર્ણય કરવો જોઇતો હતો તેવો મત મતદારો પણ કરી રહ્યા છે. પરંતું, હવે આશા પટેલની ભાજપ સાથેની નવી ઇનિંગ કેટલી સ્વમાની અને આદરભાવ જાળવનારી રહે છે. તેમની આશાઓ ભાજપ સાથે કેટલી પુર્ણ થા.ય છે તે જોવું રહ્યું. પરંતું, હાલમાં મહેસાણામાં વર્ષો બાદ કોંગ્રેસે ભાજપ પાસેથી પડાવેલો ગઢ ફરીથી કોંગ્રેસને ગુમાવવાનો વારો આવ્યો છે.

કોંગ્રેસ છત્તીસગઢથી પૈસા ભરીને દિલ્હી મોકલશે: પીએમ મોદીકોંગ્રેસ છત્તીસગઢથી પૈસા ભરીને દિલ્હી મોકલશે: પીએમ મોદી

English summary
Asha patel join bjp for self respect but bjp how can respect her when main leadership is throw out peoples thought
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X