સરકારે આશા વર્કરના પગારમાં 30 ટકાનો વધારો કર્યો

Subscribe to Oneindia News

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને હવે ત્રણ મહિના કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ સરકાર આગામી વિધાનસભાની ચૂંટણીમાં નડતર રૂપ તમામ અવરોધોને એક પછી એક દૂર કરી રહ્યું હોય તેવુ લાગે છે. વિજય રૂપાણી સરકારે વધુ એક ચૂંટણીલક્ષી નિર્ણય લેતા આશા વર્કરોના પગારમાં 30 ટકાનો વધારો કર્યો છે. મંગળવારે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વની જાહેરાત કરી જણાવ્યું હતુ કે રાજ્ય સરકાર આશા વર્કર બહેનોના પગારમાં 30 ટકાનો વધારો કરશે, તેનો લાભ કુલ 40,460 આશાવર્કર બહેનોને મળશે. તે ઉપરાંત આશા વર્કર બહેનોને બે સાડી કે બે ડ્રેસ પણ આપવામાં આવશે. સાથે જ આ વેતન વધારો એપ્રિલ 2017થી અમલી કરવામાં આવશે.

nitin patel

અત્રે ઉલ્લેખનીય છે કે, આશા વર્કર બહેનોના પગરમાં કરવામાં આવેલા 30 ટકા જેટલા વધારાના પગલે સરકારી તીજોરી પર 45 કરોડનો નવો બોજ પડશે. તો બીજી તરફ આશા વર્કર અને આંગણવાડીની બહેનો પાછલા લાંબા સમયથી પોતાના પગાર વધારાની માંગને લઇને સતત આંદોલનો કરી રહી હતી. જેની સૌથી પહેલી માંગ પગાર વધારાની હતી. જે ગુજરાત સરકારે સ્વીકારી છે. ત્યારે શું આંગણવાડીની મહિલાઓ સરકારના આ પગલાથી સંતુષ્ટ છે કે નહીં તે જોવાનું રહ્યું.

English summary
Asha Worker got increment of 30 Percent by Government of Gujarat

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.