ગુજરાતના નવા કોંગ્રેસ પ્રભારી તરીકે અશોક ગેહલોતની નિમણૂક

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગે તે પહેલા કોંગ્રેસે તેના માળખામાં ધરખમ ફેરફાર કરવાની શરૂઆત કરી દીધી છે. જે અંતર્ગત આજે ગુજરાતના કોંગ્રેસ પ્રભારી તરીકે અશોક ગેહલોતના નામની જાહેરાત કરવામાં આવી છે. અશોક ગેહલોત રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. સોનિયા ગાંઘી જોડે આ અંગે ચર્ચા વિચારણા કરીને આ નિર્ણય પર મોહર લગાવવામાં આવી છે. આ પહેલા કોંગ્રેસ પ્રભારીનું પદ ગુરૂદાસ કામત સંભાળતા હતા.

ashok gehot

પણ થોડા સમય પહેલા જ તેમણે આ પદેથી છુટ્ટા કરવાની માંગણી હાઇ કમાન્ડને કરી હતી તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. વધુમાં કોંગ્રેસ દ્વારા અશોક ગેહલોતની અધ્યક્ષતામાં એક પાંચ સભ્યોની સમિતિ પણ બનાવવામાં આવી છે. જે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસની આગળની રણનીતિને નક્કી કરશે. પાંચ સભ્યોની આ સમિતિમાં વર્ષો ગાાયકવાડ સમતે રાજીવ સાતવ અને હર્ષવર્ધન જેવા કોંગ્રેસી સભ્યો હવે ગુજરાત કોંગ્રેસને દોરી સંચાર કરશે તેવું જાણવા મળ્યું છે.

English summary
Ashok gehlot become Congress new incharge in Gujarat. Read here more.
Please Wait while comments are loading...