અશોક ગેહલોત Vs દિનેશ બાંભણીયા, કોણે શું કહ્યું?

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રવિવારે કોંગ્રેસે 77 ઉમેદવારોના નામ જાહેર કરતા જ રવિવાર સાંજ સુધી એક બીજાને લઇને સકારાત્મક રહેલા પાસ અને કોંગ્રેસ વચ્ચે અચાનક જ દૂરી સર્જાઇ છે. સુરતના વારછામાં પાસના નેતાને ટિકિટ ના મળવાથી પાટીદારોએ કોંગ્રેસની ઓફિસમાં તોડફોડ કરી છે. જેના કારણે આગમાં ઘી હોમવા જેવી સ્થિતિ ઊભી થઇ છે. ઉલ્લેખનીય છે કે આ વાત બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે આ ઘટનાને વખોડી છે. તેમણે કહ્યું કે હાર્દિક પટેલ અને તેમના કાર્યકર્તાઓએ ધીરજ રાખવી જોઇએ. આવી વસ્તુઓનો અંત ચર્ચા દ્વારા પણ આવી શકે છે. સાથે જ તેમણે આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ પોતાના કામ પર ધ્યાન રાખવાની સલાહ આપી છે.

બીજી તરફ પાસ નેતા દિનેશે આ અંગે જણાવ્યું કે જ્યારે તમે જવાબદારી લો છો તો તેને નિભાવી જાણો. કોંગ્રેસ એક સામાન્ય વાતે પણ અમને જવાબ આપવામાં વાર લગાવે છે તો પછી આવનારા સમયમાં કોંગ્રેસને સમર્થન આપવું કે નહીં તે અંગે અમારે વિચારવું પડશે. સાથે જ તેમણે પાસના બે નેતાઓ જેમને કોંગ્રેસે ટિકિટ આપી છે તેમને ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા રાહ જોવાની વાત કરી છે. હાર્દિક પટેલ આજે સાંજે પ્રેસ કોન્ફર્ન્સ કરીને પાસ અને કોંગ્રેસના વિવાદ અંગે મોટો ખુલાસો કરશે તેવી પણ જાણકારી મળી છે.

English summary
Ashok Gehlot Vs dinesh bambhaniya. PAAS -Congress clash before Gujarat election 2017.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.