ભારતને આત્મનિર્ભર બનાવવા માટે BJPનું સ્વદેશી અપનાવો અભિયાન 90 દિવસ સુધી ચાલશે: કેન્દ્રીયમંત્રી CR પાટીલ
Press Conference: ગાંધીનગરના કોબા ખાતેના કમલમમાં આજે રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી.
ભારતને આત્મનિર્ભર બનાવવા સ્વદેશી અપનાવવાની ભાજપ દ્વારા અભિયાન છેડવામાં આવ્યું. PMએ દેશ સામે આત્મનિર્ભરતાની વાત મૂકી છે. કેન્દ્રીયમંત્રી CR પાટીલે કહ્યું કહે ભાજપ ઘર ઘર સુધી સ્વદેશી અભિયાન ચલાવશે.

Atmanirbhar Bharat Abhiyan: ભારતને આત્મનિર્ભર બનાવવા સ્વદેશી અપનાવવાની ભાજપ દ્વારા અભિયાન છેડવામાં આવ્યું. ભાજપનું આત્મનિર્ભર ભારત બનાવવાનું આ અભિયાન 90 દિવસ ચાલશે. એક પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીયમંત્રી CR પાટીલે કહ્યું કે, PMએ દેશ સામે આત્મનિર્ભરતાની વાત મૂકી છે. PM મોદીનો ભારતને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસમાં તમામ લોકો પણ જોડાય તેવી ભાજપ દ્વારા હાકલ કરવામાં આવી છે. આત્મનિર્ભર ભારતનો આ કાર્યક્રમ સતત ચલાવાશે.
ભાજપ ઘર ઘર સુધી સ્વદેશી અભિયાન ચલાવશે
અમારા કાર્યકરો ઘરે - ઘરે જઇ આત્મનિર્ભર ભારત અંગે જાણકારી આપશે. 25 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર સુધી આ અભિયાન ચાલશે. વોકલ ફોર લોકલ સૂત્ર સાથે આગળ વધીશું. દરેક દુકાનદાર પોતાની શોપ પર બોર્ડ લગાવે કે આ સ્વદેશી વસ્તુ છે. તાજેતરમાં ભારતે અગ્નિવીર મિસાઈલ લોન્ચ કર્યું. અને હવે મોબાઈલનું પણ ભારતમાં ઉત્પાદન થઈ રહ્યું છે. ભારત ધરતીથી લઈને ગગન સુધી તમામ ક્ષેત્રમાં આત્મનિર્ભર બની રહ્યું છે.
રેલવે સુવિધામાં વધારો થયો
વધુમાં કેન્દ્રીયમંત્રીએ કહ્યું કે સ્વદેશી ટેકનોલોજીથી રેલવેનું વિસ્તૃતિકરણ કરવામાં આવશે. આવતીકાલે અમૃત ભારત ટ્રેનને PM લીલીઝંડી આપશે. આવતીકાલે સુરતથી અમૃત ટ્રેન શરૂ કરાવવાનો છું. રેલવે સુવિધામાં વધારો થયો હોવાથી લોકો આજે રેલવેમાં જવાનું પસંદ કરવા લાગ્યા છે. રેલવેની કાયાપલટ થઈ છે. આશા છે કે બુલેટ ટ્રેન બાદ લોકો મુસાફરી માટે સૌથી વધુ રેલ સેવાને પસંદ કરશે.
ઘરની દરેક વસ્તુ સ્વદેશી ખરીદવા અપીલ કરી
BJPના અભિયાન અંતર્ગત એક હજારથી વધુ સ્વદેશી મેળા યોજાશે. ઘરની દરેક વસ્તુ સ્વદેશી ખરીદવા અપીલ કરી. ભાજપના સ્વદેશી અભિયાનની જવાબદારી પ્રદિપસિંહ જાડેજાને સોંપવામા આવી છે. આત્મનિર્ભર ભારત અભિયાનના ઇન્ચાર્જ પ્રદિપસિંહ જાડેજા છે. તેમના માર્ગદર્શન હેઠળ કાર્યકરો આ અભિયાનને વધુ વેગવતું બનાવશે. કાર્યકરો આ અભિયાન અંતર્ગત લોકોને ભારતની વસ્તુઓ ખરીદવા શપથ લેવડાવાશે.












Click it and Unblock the Notifications
