For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વલસાડમાં ભાજપના કાર્યકર પર જીવલેણ હુમલો

|
Google Oneindia Gujarati News

evm
વલસાડ, 13 ડિસેમ્બર: ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી શરૂ થઇ ગઇ છે. આઠ વાગ્યે શરૂ થયેલું મતદાન ખુબ જ શાંતિપૂર્વક શરૂ થયું તેમજ 11.30 કલાક સુધી 18 ટકા જેટલું મતદાન થવા પામ્યું છે. જોકે આ વચ્ચે સુરત અને વલસાડમાં કેટલીક અપ્રિય ઘટના સામે આવી છે.

મળતી માહીતી અનુસાર વલસાડમાં એક ભાજપી કાર્યકર પર જીવલેણ હુમલો કરાયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ભાજપી કાર્યકર વલસાડના ચૂંટણી મથકે જઇ રહ્યો હતો દરમિયાનમાં એક કારે તેને અડફેટે લઇ લીધો હતો. જેનાથી તે ઘાયલ થઇને રસ્તા પર પડી ગયો હતો અને પાછળ આવી રહેલી બીજી કારે પણ તેને અડફેટે લીધો હતો.

આ ઘટના બાદ અન્ય ભાજપી કાર્યકરોએ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ ગયા હતા. આ ભાજપી કાર્યકર્તાને માથાના ભાગે અને બન્ને પગમાં ગંભીર ઇજા પહોંચી છે. જોકે આ કાર્યકરે પોલીસને જણાવ્યું હતું કે તેને એવા ધમકીભર્યા ફોન આવતા હતાં કે તું ભાજપ માટે નહીં પરંતુ કોંગ્રેસ માટે પ્રચાર કામ કરે. પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં છમકલું:
સુરતમાં ભાજપના બે કોર્પોરેટર્સ વચ્ચે મારા-મારી થઇ છે. સંદિપ પાટિલ અને રવિન્દ્ર પાટિલ વચ્ચે મારામારીના અહેવાલ છે. તેમજ લિમ્બાયતમાં પણ કોંગ્રેસી અને ભાજપી ઉમેદવારો વચ્ચે મારામારીની સ્થિતિ સર્જાઇ હતી.

તાલાલામાં છમકલું:
તાલાલામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું છે. બે ગાડીના કાચ તોડી નાંખવામાં આવ્યા છે. પોલીસ ઘટનાસ્થળે છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત વરાછાનાં કોંગ્રેસનાં ધીરુ ગજેરાનાં પુત્ર પર ભાજપાનાં કાર્યકર્તાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.

English summary
Attack on BJP worker in Valsad during voting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X