For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઔડાના સ્કાઇ હાય ડ્રીમને ડિઝાઇન કરવા 8 કંપનીઓ લાઇનમાં

By Super
|
Google Oneindia Gujarati News

auda-ahmedabad
અમદાવાદ, 1 ઓક્ટોબરઃ અમદાવાદ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી(ઔડા) દ્વારા ગયા અઠવાડિયે એક યાદી બનાવવામાં આવી છે, જેમાં અમદાવાદની એક કંપની સહિત આઠ આર્કિટેક્ચરલ અને ડિઝાઇન કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, આ કંપનીઓ આશ્રમ રોડ પર ઔડાની મહત્વકાંક્ષી 22 માળની બિલ્ડિંગની ડિઝાઇન તૈયાર કરશે. ઔડાએ ગયા વર્ષે 2013-2021નો ડેવલપમેન્ટ પ્લાન રજૂ કર્યો હતો. જેમાં સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ બિલ્ડિંગ બનાવવાનો નિર્ણય કર્યો હતો. ઔડાની બધી કચેરીઓ નવી બહુમાળી ઈમારતમાં ખસેડવામાં આવશે.

આ નવી યોજના રાજ્ય સરકારની મંજૂરીની રાહ જોઇ રહી છે. સપ્ટેમ્બર મહિનામાં આ યોજનામાં રસ ધરવાતી ભારતીય ડિઝાઇન કંપનીઓને ઑડાએ આમંત્રિત કરી હતી. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ઑ઼ાના સીઇઓ ડી. થારાએ કહ્યું છેકે, નવી યોજના અનુસાર 100 મીટર્સ કરતા વધુના નિર્માણ માટે સશસ્ત્રની અધિકતમ મંજૂરી આપવામાં આવી છે અને સ્પેસ ઇન્ડેક્સને 1.8થી વધારીને 5.4 સુધી કરવામાં આવ્યું છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા પરવાનગી મળ્યા બાદ અમે 4000 સ્કેવર મીટરમાં બિલ્ડિંગનું નિર્માણ કરીશું, અમે કદાચ 22 અથવા 24 ફ્લોર્સ બનાવશું, જે વિનિંગ ડિઝાઇન કંપની દ્વારા પ્રસ્તૃત કરવામાં આવેલા પ્લાન અનુસાર હશે.

આ યોજના માટેની પેનલમાં ઔડા સીઇઓ ડી થારા, એએમસી ચીફ ટાઉન પ્લાનર વત્સલ પટેલ, લિડિંગ અર્બન ડિઝાઇનર રાહુલ મલ્હોત્રા, સેપ્ટ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અને એચસીપી ડિઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પીવીટીના ડિરેક્ટર બિમલ પટેલ સહિતના લોકો છે, જેઓ ઓક્ટોબર મહિનાના બીજા અઠવાડિયે કંપનીઓ તરફથી આપવામાં આવેલી ડિઝાઇન પર ચર્ચા કરશે. થારાએ વધુમાં કહ્યું છેકે, મેટ્રો લિંક એક્સપ્રેસ જે ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે છે, તેનું એક સ્ટેશન ઔડા બિલ્ડિંગની સામે હશે.

English summary
AUDA empanelled 8 firms its 22-storeyed building
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X