Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાત આસપાસ: મુખ્ય સમાચારો પર એક નજર

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

જીએસટી ખોરંભે

જીએસટી ખોરંભે

કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયેલે અમદાવાદમાં પ્રેસ સંબોધીને જણાવ્યું કે જીએસટી મુદ્દે કોંગ્રેસે સાંસદમાં કર્યો વિરોધ જ્યારે તમામ પક્ષો જીએસટીના તરફેણમાં હતા. જીએસટી ખોરંભે ચડવાનું કારણ કોંગ્રેસ છે.

કચ્છમાં વરસાદ

કચ્છમાં વરસાદ

કચ્છ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે. રાપર- નિરોણામાં ઝાપટા સાથે હળવો વરસાદ વરસ્યો. હજુ બે દિવસ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

સુરતમાં દર્દીઓને હાલાકી

સુરતમાં દર્દીઓને હાલાકી

સુરતમાં ડૉક્ટરોના મનમાન્યા વર્તનથી દર્દીઓને હાલાકી પડી રહી છે. નવી સિવિલ હોસ્પિટલમાં વિવિધ માગોને લઈ ડૉક્ટરોએ હડતાળ કરી છે. 250થી વધુ ડૉક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે.

ગર્ભપાત બાદ મહિલાનું મોત

ગર્ભપાત બાદ મહિલાનું મોત

સુરતમાં મહિલાના ગર્ભપાત બાદ મોત નિપજવાનો મામલો સામે આવતા ચકચાર મચી ગઇ છે. પોલીસે બે બોગસ ડોક્ટરોની સામે ગુનો નોંધ્યો છે.

ધ્રોલમાં જૂથ અથડામણ

ધ્રોલમાં જૂથ અથડામણ

જામનગરના ધ્રોલમાં જૂથ અથડામણ થઇ જેમાં બે ઈજાગ્રસ્ત થયા છે. તિક્ષ્ણ હથિયારો વડે કરાયો બે જુથોએ એકબીજા પર કર્યો હુમલો. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આબુ રોડથી પાટણ સુધી ફ્લેગ માર્ચ

આબુ રોડથી પાટણ સુધી ફ્લેગ માર્ચ

આબુ રોડના મેજર નીતિન જોશી બનાસકાંઠાની મુલાકાતે. આબુ રોડથી પાટણ સુધી કરવામાં આવી ફ્લેગ માર્ચ. તમામ વિસ્તારોમાં લોકોને આર્મીમાં જોડાવા કરાઈ અપીલ.

આઈટીના દરોડા

આઈટીના દરોડા

સુરતની વૈશાલી ફેશનમાં આઈટીના દરોડા. 12.50 કરોડનું કાળુનાણું ઝડપાયું. ડાયનિંગ મિલમાં સર્વે હાથ ધરાયો હતો, જેના પગલે આ દરોડા પાડવામાં આવ્યા હતા.

અમદાવાદ રેલવેના નફામાં વધારો

અમદાવાદ રેલવેના નફામાં વધારો

રેલવે ડિવિઝન અમદાવાદની આવકમાં વધારો. જુલાઈ મહિનામાં રૂ.563 કરોડની આવક નોંધાઇ છે. ગત વર્ષની સરખામણીએ 13 ટકાનો વધારો નોંધાયો છે.

કુટણખાનું ઝડપાયું

કુટણખાનું ઝડપાયું

આણંદમાં આવેલ ટુંકી ગલીમાં આવેલી હોટલ બારાત ઇનમાંથી કુટણખાનું ઝડપાયું છે. પોલીસે રેડ કરી એક યુવક અને યુવતીને ઝડપી પાડ્યા છે.

ધોધમાર વરસાદ

ધોધમાર વરસાદ

રાજકોટ શહેર અને જિલ્લાના અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. 20 દિવસના લાંબા વિરામ બાદ વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઇ ગયો છે.

કર્મચારીઓ બંધ પાળશે

કર્મચારીઓ બંધ પાળશે

સચિન જીઆઈડીસીના લૂમ્સના કર્મચારીઓ બંધ પાળશે. કર્મચારીઓ એક દિવસ પાળશે બંધ. 17મી ઓગસ્ટે પાટીદારોની રેલીમાં જોડાશે.

રેલવે ટ્રેક પર અકસ્માત

રેલવે ટ્રેક પર અકસ્માત

મહેસાણા-વિરમગામ રેલવે ટ્રેક પર કરૂણ અકસ્માત સર્જાયો છે. દારૂ પીને રેલવે ટ્રેક પર બેઠેલા બે યુવાનોને ટ્રેને અડફેટે લીધા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X