ગુજરાત આસપાસ: ટપ્પુ બન્યો સુરતનો મહેમાન

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ટપ્પુ બન્યો સુરતનો મહેમાન

ટપ્પુ બન્યો સુરતનો મહેમાન

ચાતુર્માસને લઇને જૈન મુનિઓએ સુરતમાં રોકાણ કર્યુ છે. ત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધી અત્રે જૈન મુના દર્શન માટે આવી પહોંચ્યો હતો. જેને જોઇને અત્રે આવેલા અન્ય બાળકોમાં ભારે ઉત્સાહની લાગણી જોવા મળી હતી.

મહિસાગરમાં ઉજવણી

મહિસાગરમાં ઉજવણી

મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાતના નવરચિત જિલ્લા મહિસાગરમાં 69માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી હતી.

વરસાદી ઇનિંગ શરૂ

વરસાદી ઇનિંગ શરૂ

અમદાવાદમાં આજે પણ વરસાદી ઇનિંગ શરૂ. શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા. બે દિવસમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી.

ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત

ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત

વડોદરાના ફાજલપુર ગામ પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત. અકસ્માતમાં બાઈકસવાર બંને યુવકોના મોત.

પુત્રનો પિતા પર હુમલો

પુત્રનો પિતા પર હુમલો

ભાવનરગર જિલ્લાના ગારીયાધાર તાબાના નાનીવાવડી ગામે પરિવારિક ઝગડામાં નાના પુત્રએ ધારિયા વડે પિતા પર હુમલો કર્યો હતો. ગંભીર હાલતમાં પિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X