ગુજરાત આસપાસ: મતદાન નહીં કરો તો 100 રૂપિયા દંડ

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

MDAS યોજનાની જાહેરાત

MDAS યોજનાની જાહેરાત

ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે રાજ્યના ખાદી વણાટ કારીગરોના વ્યાપક હિતમાં ખાદી ઉત્પાદન-વેચાણ માટે બજાર વિકાસ સહકાર એટલે કે માર્કેટિંગ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ યોજનાની જાહેરાત કરી છે.

અંસારી સમાજે પણ કરી અનામતની માંગ

અંસારી સમાજે પણ કરી અનામતની માંગ

અત્યાર સુધી પાટીદાર સમાજ દ્વારા અનામતની માંગણી કરવામાંં આવી રહી હતી, પરંતુ હવે અંસારી સમાજ પણ ખુદને ઓબીસીમાં સમાવવાની માંગ સાથે આ આંદોલનમાં કૂદી પડ્યો છે.

મતદાન નહીં કરો તો 100 રૂપિયા દંડ

મતદાન નહીં કરો તો 100 રૂપિયા દંડ

ગુજરાતમાં ફરજિયાત મતદાન અમલી બનાવી દેવામાં આવ્યું છે જેમાં જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન નહીં કરો તો આપને રૂપિયા 100નો દંડ ફટકરાવામાં આવશે.

ટ્રેનો રદ

ટ્રેનો રદ

- ટ્રે.નં.12489 બિકાનેર-દાદર એક્સપ્રેસ પ્રભાવિત,8 ઓગસ્ટના બિકાનેર-દાદર એક્સપ્રેસ થશે રદ.
- આવતીકાલે અમદાવાદ-ભગત કી કોઠી ટ્રેન રદ.
- ટ્રે.નં.54806 જયપુર-અમદાવાદ પ્રભાવિત, 10 ઓગસ્ટ સુધી મારવાડ-અમદાવાદ વચ્ચે રહેશે રદ.

પાટીદારોની અનામત રેલી

આજે જામનગરમાં પાટીદારો દ્વારા અનામત રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું, આગેવાન હાર્દિક પટેલ જામનગર પહોંચ્યા.

પાટીદારોનું અનામત આંદોલન

પાટીદારોનું અનામત આંદોલન

સુરતમાં પાટીદારો દ્વારા અનામત આંદોલન વેગ પકડી રહ્યું છે. સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા સભા યોજાઇ. 500 જેટલા પાટીદારો હાજર રહ્યા. સમિતિએ લોકો પાસે આર્થિક સહયોગ માંગ્યો.

ગેરકાયદેસર ખનનમાં ગુજરાત પાંચમા ક્રમે

ગેરકાયદેસર ખનનમાં ગુજરાત પાંચમા ક્રમે

અન્ય બાબતોની જેમ ગેરકાયદેસર ખનનમાં પણ દેશમાં ગુજરાત આગળ છે, આ મામલે ગુજરાત પાંચમા ક્રમે આવે છે. ગુજરાતમાં ગેરકાયદેસર ખનનના રોજના 15 કેસો નોંધાય છે.

84 માછીમારોને મુક્ત કરાયા

84 માછીમારોને મુક્ત કરાયા

પાકિસ્તાનની જેલમાંથી 84 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. તમામે તમામ ભારતીય માછીમારોને બસ મારફતે માદરે વતન લાવવામાં આવ્યા. જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

સરકાર અનામત મુદ્દે વાત કરવા તૈયાર

સરકાર અનામત મુદ્દે વાત કરવા તૈયાર

રાજકોટમાં સ્વાસ્થ્ય પ્રધાન નીતિન પટેલે પાટીદાર અનામતને લઇને નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે કોઇપણ વ્યક્તિ રાજ્યસરકાર સાથે અનામતને લઇને મંત્રણા કરી શકે છે.

વૃદ્ધે ગુજાર્યો બાળકી પર બળાત્કાર

વૃદ્ધે ગુજાર્યો બાળકી પર બળાત્કાર

જન્મદિવસની ઉજવણી બાદ સુરતમાં એક વૃદ્ધે ચાર વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચીન જીઆઇસીમાં નોંધાઇ ફરિયાદ.

રાજ્યની કો-ઓપરેટીવ ટ્રિબ્યુનલ મામલો

રાજ્યની કો-ઓપરેટીવ ટ્રિબ્યુનલ મામલો

રાજ્યની કો-ઓપરેટીવ ટ્રિબ્યુનલ મામલો, ટ્રિબ્યુનલમાં જ્યુડિશિયલ જજની નિમણૂક કરો, હાઇકોર્ટમાં અરજદારે રજૂઆત કરી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X