For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંબાજીમાં આઝાદી કા અમૃત મહોત્સવ પ્રદર્શન સાંસદના હસ્તે ખુલ્લુ મુકાશે

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અંબાજી ખાતે ઇન્ટીગ્રેટેડ ક્મ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ હેઠળ ભવ્ય ફોટો પ્રદર્શન સહિત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

By Desk
|
Google Oneindia Gujarati News

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અંબાજી ખાતે ઇન્ટીગ્રેટેડ ક્મ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ હેઠળ ભવ્ય ફોટો પ્રદર્શન સહિત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, ક્ષેત્રિય કાર્યાલય, પાલનપુર કચેરી દ્વારા આ પ્રદર્શન સાંસદ પરબત પટેલના હસ્તે ખુલ્લુ મુકવામાં આવશે.

Azadi Ka Amrit Mohotsav

આ કાર્યક્રમમાં સ્વચ્છ ભારત અભિયાન, કોવિડ રસીકરણ અભિયાન, પોષણ અભિયાન (પોષણ માહ ઉજવણી), એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન જેવા અભિયાનો અંતર્ગત વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન હાથ ધરાશે. આઝાદીની સંઘર્ષગાથા તેમજ ઉપરોક્ત વિષયોને આવરી લેતા પ્રદર્શન સહિતના આ વિશેષ કાર્યક્રમનો ઉદ્દેશ્ય લોકોમાં રાષ્ટ્રભાવનાને જાગૃત કરવાની સાથે ભારત સરકાર દ્વારા ચાલી રહેલ વિભિન્ન અભિયાનો તેમજ જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચાડી રાષ્ટ્રીય અભિયાનોમાં જનભાગીદારી વધારવાનો છે.

આ વિશેષ કાર્યક્રમ સાથેના ફોટો પ્રદર્શનને બનાસકાંઠાના સાંસદ પરબત પટેલનાં હસ્તે મંગળવારના રોજ ખુલ્લુ મુકવામાં આવશે. અંબાજી ખાતે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની સામે મેદાનમાં આયોજિત આ પ્રદર્શન 6 સપ્ટેમ્બર થી 09 સપ્ટેમ્બર ચાર દિવસ સુધી જાહેર જનતા માટે વિનામૂલ્યે ખૂલ્લું રહેશે.

English summary
Azadi Ka Amrit Mohotsav exhibition in Ambaji will be inaugurated by MP!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X