For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યમાં સાઇબર ક્રાઇમને લગતી જાગૃતિ માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયો કાર્યક્રમ

રાજ્યમાં 5 વર્ષમાં 5 હજાર જેટલા સાયબર ક્રાઇમને લગતા સાયબર ક્રાઇમના ગુના નોધાયા હતી. અને 4 હજાર 36 જેટલા ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યમાં 1 લાખ જેટલી સાયબર ક્રાઇમને લગતી અરજી રાજ્યના સાયબર ક્રાઇમ વિભાગને મળી હતી.

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં 5 વર્ષમાં 5 હજાર જેટલા સાયબર ક્રાઇમને લગતા સાયબર ક્રાઇમના ગુના નોધાયા હતી. અને 4 હજાર 36 જેટલા ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યમાં 1 લાખ જેટલી સાયબર ક્રાઇમને લગતી અરજી રાજ્યના સાયબર ક્રાઇમ વિભાગને મળી હતી. IRU ના માધ્યમથી 6.75 કરોડ રૂપિયા અરજદારોને પરત કરવામાં આ વિભાગ સફળ રહ્યુ છે.

CYBER

સાયબર ક્રાઇમ અંગે બોલતા આશીષ ભાટિયાએ જણાવ્યું હતુ કે, 5.85 કરોડ રૂપિયા સાયભર ક્રાઇમના ગુન્હા આચનરા ઉપયોગ ના કરી શકે તે માટે ફ્રીઝ કરવામાં આવ્યા હતા. સાયબરના ક્રાઇમના ગુન્હા ઉત્તરપ્રદેશ દિલ્હી તેમજ નાઇઝીરિયાના દેશોમાથી આનું પ્રમાણ વધારે જોવા મળે છે.

આ અંગે માહિતી આપતા ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતુ કે, સાયબર ક્રાઇમના ગુન્હા રોકવા માટે રાજ્યમાં સ્ટેટ સાયબર ક્રાઇમ કામ કરે છે જેના માધ્યમથી 45 હજાર જેટલા અકાઉન્ટ્સ ફ્રીઝ કરવામાં આવી છે. તેમજ 15 હજાર જેટલા ફેક અકાઉન્ટ પણ બંધ કરવામાં આવ્યા છે.તેના સાથે સાથે 1 હજાર જેટલા કોમી વૈમસ્ય ફેલાવતા અકાઉન્ટ્સ પણ બંધ કરવામાં આવ્યા છે.

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે સાયબર સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા સાયબર ક્રાઇમથી આઝાદી અમૃત મહોત્સવ કાર્યક્રમ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા તેમજ અનિલ પ્રથમ ડીજીપી મહિલા સેલ ગૃહ વિભાગના સચિવ રાજકુમાર સહિતના અધિકરીઓની ઉપસ્થિત માં યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં સાયબર વોલેન્ટિયર તરીકે કામ કરતા યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે સાયબર ક્રાઇમ દ્વારા આ પ્રકારના 2૦ જેટલા કાર્યક્રમમાં રાજ્યના અલગ અલગ જગ્યા ઉપર કરવામાં આવશે તેમજ રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ 20 જૂનના રોજ દિલ્હી ખાતે યોજવામાં આવશે

દેશમાં મોબાઇલ લેપટોપ ડેસ્કટોપ સહિતના ગેજેટનો ઉપયોગની સાથે સાયબરને લગતા ગુનામાં સતત વધારો થઇ રહ્યો છે. સૌથી વધારે સાઇબરમાં આર્થિક ફ્રોડના ગુના વધુ બનતા જઇ રહ્યા છે. આ ગુનાખોરીના બનાવોને રોકવા માટે સાઈબર ક્રાઈમ ફિલ્ડ મહત્વની જવાબદારી નભાવે છે.

રાજ્યના ગૃહ વિભાગના અગ્ર સચિવ રાજકુમારે અલકાયદાના ધમકી પર બોલતા જણાવ્યું હતુ કે, એટીએસ તેમજ અન્ય ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા રાજ્યમાં સઘન ચેંગી હાધ ધરવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં આવી રહેલી રથયાત્રામાં ફમ પોલીસનો ચૂસ્ત પોલીસ બદોબસ્ત રાખવામાં આવશે. જેથી કરીને આ પ્રકારની ધમકીને ગંભીરતાથી લઇને રાજ્યનો પોલીસ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

English summary
Azadi Ka Amrut Mahotsav Program for Awareness on Cyber ​​Crime in the State
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X