For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જિલ્લા માહિતી કચેરી ખાતે MCMC કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું

By Desk
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 ના ઉપલક્ષમાં બનાસકાંઠા જિલ્લામાં નવ વિધાનસભા મતદાર વિભાગોમાં યોજાનાર ચૂંટણી માટે જિલ્લા માહિતી કચેરી- પાલનપુર ખાતે એમ.સી.એમ.સી. સેન્ટરનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આનંદ પટેલે રીબીન કાપીને ઉદ્દઘાટન કર્યું હતુ. વિધાનસભા ચૂંટણી દરમિયાન જિલ્લાના મિડીયાના પ્રતિનિધિઓને રોજબરોજની ચૂંટણીલક્ષી વિગતો નિયમિત રીતે ઉપલબ્ધ કરાવવા માટે ચૂંટણી પંચના નિર્દેશ અન્વયે મિડીયા સેન્ટરનો પ્રારંભ કરાયો છે.

banaskantha

ચૂંટણી દરમિયાન ચૂંટણીના શાંતિમય વાતાવરણને ડહોળવા માટે ફેક ન્યુઝ મારફતે ખોટા પ્રચાર- પ્રસાર થતા હોય છે. જેથી આ દરમિયાન ચૂંટણી શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ખાસ એમ.સી.એમ.સી સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે કાર્યરત એમ.સી.એમ.સી સેન્ટરમાં ટેલિવિઝન ગોઠવવામાં આવ્યા છે. આ ટેલિવિઝનમાં સ્થાનિક, રાજ્ય લેવલ તેમજ રાષ્ટ્રીય લેવલની ન્યુઝ ચેનલમાં બનાસકાંઠા જિલ્લાને લગતી ચૂંટણીલક્ષી બાબતો પર ખાસ મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. જે ચૂંટણીના વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરતી હોય અને આદર્શ આચારસંહિતાનો ભંગ કરતી હોય તેવી બાબતો પર ચાંપતી નજર રાખી નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તે માટે કામગીરી એમ.સી.એમ.સી સેન્ટરમાં થઈ રહી છે.

એમ.સી.એમ.સી. સેન્ટરમાં ટેલિવિઝન ઉપરાંત ન્યુઝ પેપર્સ અને સોશિયલ મિડીયા દ્વારા પણ સતત સમાચારો પર વોચ રાખવામાં આવી રહી છે. આજના આધુનિક સમયમાં સૌથી વધુ પ્રચાર- પ્રસાર સોશિયલ મિડીયા દ્વારા થતો હોય છે. જેથી સોશિયલ મિડીયા દ્વારા આચારસંહિતાનો ભંગ થતો હોય અથવા ચૂંટણી સમય દરમિયાન ગેરકાયદેસર પોસ્ટ મુકી પ્રચાર- પ્રસાર કરવામાં આવતો હોય તેનું મોનિટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે.

મિડીયા સેન્ટર અને એમ.સી.એમ.સી. સેન્ટર ચૂંટણીની પૂરી પ્રક્રિયા દરમિયાન સતત કાર્યરત રહેશે. પત્રકારોને પ્રેસ બ્રીફીંગ નિયમિત અને સમયસર મળી રહે તે માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ વિધાનસભા 2022ની ચૂંટણી લક્ષી વિગતો, મતદારોની યાદી, વિધાનસભા બેઠકો, નોડલ ઓફિસરની વિગતો, ગત વિધાનસભાના વિજેતા ઉમેદવારો સહિત સામાન્ય ચૂંટણીને લગતી તમામ બાબતોનું પેનલ નિદર્શન કરવામાં આવ્યું છે. જેના દ્વારા પત્રકારોને ચૂંટણી લક્ષી વિવિધ માહિતી મળી રહેશે.

English summary
banaskantha collector inaugurate mcmc centre
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X