બનાસકાંઠા સાંસદ પરબત પટેલે કેન્દ્ર સરકારની સિદ્ધિઓ ગણાવી
બનાસકાંઠા સાંસદ પરબત પટેલે કેન્દ્ર સરકારની સિદ્ધિઓ ગણાવી
બનાસકાંઠામાં કેન્દ્ર સરકારના 8 વર્ષ સુશાસનના બેનર હેઠળ પાલનપુર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં, કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોની માહિતી આપી હતી. કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા વિવિધ જન કલ્યાણના કાર્યોની રૂપરેખા પણ રજૂ કરી હતી.

કેન્દ્ર સરકારના 8 વર્ષ સેવા અને સુશાસન અને ગરીબ કલ્યાણ અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ ગુમાનસિંહ ચૌહાણ તથા જિલ્લા સાંસદ પરબત પટેલના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ. જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના માર્ગદર્શનમાં કેન્દ્ર સરકારની આઠ વર્ષની કાર્યકાળની ઉજવણીના અનુસંઘાને જિલ્લા ભાજપ વિવિધ મોરચા અને મંડળ દ્વારા અલગ-અલગ કાર્યક્રમો આગામી સમયમાં યોજવામાં આવનાર છે તેની માહિતી પ્રદાન કરી હતી અને સાથે સાથે નરેન્દ્ર મોદીની 8 વર્ષની સરકારમાં અનેક મહત્વની યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી જનઘન યોજના, પ્રધાનમંત્રી સ્વ નિધિ યોજના, પ્રધાન મંત્રી ગરિબ કલ્યાણ અન્ન યોજના, વન નેશન વન રેશન યોજના, શૌચાલયનુ નિર્માણ, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં યુવાનોને તાલીમ જેવી અનેક જનકલ્યાણકારી યોજનાઓએ સુશાસનનો અનુભવ કરાવ્યો છે.
કેન્દ્ર સરકારની ઉજાલા યોજના હેઠળ 36 લાખ એલ.ઇ.ડી. બલ્બનું વિતરણ કરવામાં આવ્યું. કિસાન સન્માન નિધી યોજના અંતર્ગત 12 કરોડ ખેડૂતોના ખાતામાં 6 હજાર રૂપિયા સીધા ખાતામાં જમા કરાવવામાં આવે છે. ગામડામાં રહેતા બહેનોને ધુમાડાથી મુકતી આપી બીમારીમાથી દુર કરવા આશરે 12 કરોડ બહેનોને વિનામુલ્યે એલપીજી ગેસના કનેકશન આપ્યા. દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશના દરેક વ્યકિત અને દરેક ક્ષેત્રને ધ્યાને રાખી આવરી યોજનાની જાહેરાત કરી છે. જલ જીવન મિશન અંતર્ગત પાછલા ત્રણ વર્ષમાં 6 કરોડ 30 લાખ ઘરોમાં નલથી જળ પહોચાડવામાં આવ્યું છે તેવી વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ વિષે માહિતી આપી હતી.












Click it and Unblock the Notifications
