બનાસકાંઠાના અમીરગઢમાં 'રોડ નહીં, તો વોટ નહીં'નું અભિયાન

Subscribe to Oneindia News

એક તરફ રાજ્યમાં ચૂંટણીના પડઘમ વાગવા લાગ્યા છે અને બીજી તરફ રોજે-રોજ કોઈ જ્ઞાતિના કે પક્ષના હોદ્દોદારો કે સભ્યની ઓડિયો કલીપ વાઇરલ થઈ રહી છે, તો બીજી બાજુ શાણા બની ગયેલા મતદારો પણ પોતાને પડતી અગવડો સામે લડી લેવા મક્કમ છે. લોકશાહીમાં ચૂંટણી નાગરિકોને સમસ્યા વ્યક્ત કરવાનું અને પોતાના ઉમેદવારને ચૂંટવાનુ કે જાકારો આપવાનું મોટું હથિયાર છે. આ જ બાબતને સાર્થક કરતા હોય એમ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં આવો નજારો જોવા મળ્યો હતો.

banaskantha

જિલ્લાના અમીરગઢ તાલુકામાં ગ્રામજનોએ ખરાબ રસ્તા મુદ્દે ચૂંટણીનો બહિષ્કાર કરાવનું નક્કી કર્યું હતું. તેમણે પોતાના નેતાઓની વિરૂદ્ધમાં રેલી કાઢી હતી. સાથે જ વોટ નહીં આપવાના બેનર પણ દર્શાવ્યા હતા. અમીરગઢમાં આવેલા સરોત્રી ગામના ગ્રામજનોએ 'રોડ નહી, તો વોટ નહી' તેવા પોસ્ટરો લઇ રેલી કાઢી હતી અને ચૂંટણી વખતે જ ભૂલા પ઼ડતા ઉમેદવારોને સ્પષ્ટ સંદેશો આપી દીધો હતો, કે અહીંયાં નેતાઓએ વોટ માંગવા ન આવવું.

English summary
Banaskantha: People of Amirgadh says, no leader shall come here to seek votes. No road, no vote.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.