૩મેથી કોંગ્રેસ નીકાળશે "કિનારા બચાવ યાત્રા"

Subscribe to Oneindia News

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત નવસર્જન ગુજરાત કિનારા બચાવ યાત્રા માંડવી થી ઉમરગામ સુધી કાઢવામાં આવશે. માછીમાર સમાજના આગેવન સાથે કચ્છ ના માંડવી બંદરથી વલસાડના ઉમરગામ બંદર સુધી ૧૬૦૦ કિમીની દરિયાઈ રસ્તે નીકળનારી કિનારા બચાવ અભિયાન શરૂ કરવામાં આવશે. આ બંદર યાત્રા ૩મે ના રોજ સાંજે ૪ કલાકે માંડવી ખાતે સાગર ખેડૂત જન સભા સંબોધન કર્યા પછી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકી ઝંડી ફરકાવીને શરૂ કરશે. સમગ્ર રાજ્યના ૩૦ જેટલા નાના મોટા માછીમાર બંદરો પર યોજાનારી સાગર ખેડૂત જન સભાને પ્રભારી અશોક ગહેલોત અને વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, મધુસુદન મિસ્ત્રી, સિદ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહીલ, તુષારચૌધરી સહીતના નેતાઓ સંબોધન કરશે. યાત્રાનું સમાપન કાર્યક્રમ વલસાડ જિલ્લાના ઉમરગામ મુકામે કોંગ્રેસના નેતા અહેમદ પટેલની હાજરીમાં ૧૨મીમે રોજ થશે.

arjun modhwadia

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ આ અંગે જણાવતા કહ્યું કે ગુજરાતનો ૧૬૦૦ કિમીનો સૌથી લાંબો દરિયા કિનારોના ઉપર જમીન તથા દરિયાને ખેડનારી સૌથી સાહસિક પ્રજા હોવા છતાં છેલ્લા ૨૨ વર્ષના ભાજપના શાસને દરિયા ખેડનાર માછીમારો પાસેથી કોંગ્રેસની સરકારે આપેલા અનેક અધિકારીઓ છીણવ્યા છે અને દરિયા કિનારા ઉપર માછીમારો સહીતની પ્રજા માટે માળખાકીય સુવિધા ઉભી કરવાના બદલે કિનારો અને કિનારાની જમીનો મોટા અને માનીતા ઉદ્યોગ ગૃહોને પધરાવી દીધી છે.

અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકાર છેલ્લા ૨૦ વર્ષમાં એકપણ પ્રવાસ ધામ વિકસાવી શકી નથી. સૌથી લાંબો દરિયા કિનારો હોવા છતાં ગુજરાતમાં જાહેર ક્ષેત્રમાં કે સંયુક્ત ક્ષેત્રમાં છેલ્લા ૨૦ વર્ષમાં એક પણ નવું બંદર ભાજપ સરકાર વિકસાવી શક્યું નથી. વોટરફંડ ખાનગી પેઢીઓએ વેંચી દઈને ભાજપના શાસકોએ સંતોષ માન્યો છે. જો કોંગ્રેસની સરકાર આવશે તો સાગર કિનારાઓને સવાર્ત્રિક વિકાસ માટે કિનારા વિકાસ બોર્ડની રચના કરવામાં આવશે. માછીમારોને તેમના અધિકારો પુન:અપાવશે અને અન્યાય દૂર કરશે. તેવું આશ્વાસન તેમને આપ્યું હતું.

English summary
Before Gujarat Election, Congress start "Kinara Bachao Yatra" from 3rd May
Please Wait while comments are loading...