મોળો જનપ્રતિસાદ બન્યો ભાજપની ચિંતાનું કારણ

Subscribe to Oneindia News

પ્રથમ તબક્કાની વિધાનસભાની ચૂંટણી પ્રચારના પડઘમ આજે સાંજે બંધ થશે ત્યારે આ ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસ સ્થાનિક લેવલે ધાર્યો પ્રચાર નથી કરી શક્યા તે બાબત ખૂબ ગંભીર કહી શકાય તેમ છે. તો ભાજપમાં નરેન્દ્ર મોદી તેમજ રાષ્ટ્રીય સ્તરના નેતાઓની સભામાં પણ ખૂબ નબળો પ્રતિભાવ મળતા ભાજપ માટે ચિંતા વધી ગઈ છે. જ્યારે કોગ્રેસ માં પણ માત્ર રાહુલ ગાંધીની રેલી અને સભામાં થોડી ઘણી સફળતા મળી છે. જે કોંગ્રેસ માટે સંતોષકારક બાબત કહી શકાય. બીજી તરફ પાસ લીડર હાર્દિક પટેલે એક રીતસર નો જુવાળ ઉભો કર્યો છે જેમાં તેની સભા અને રોડ શો માં સ્વંયભુ રીતે આવતી જનમેદનીએ ભાજપ નહીં પણ મોટા મોટા રાજકારણી ઓને વિચારતા કરી દીધા છે. જોકે ભાજપ માટે એ ચિંતાનો વિષય છે કે હાર્દિક પટેલે ખુલ્લા માં આવીને કૉંગ્રેસ ની બી ટીમ તરીકે કામ કર્યું અને ભાજપ ને હરાવવા માટે રીતસરનો મોરચો માંડ્યો હતો.

BJP

ભાજપને ચિંતા છે કે હાર્દિક પટેલ ને મળેલા પ્રચંડ પ્રતિસાદ ને કારણે મતદારો કૉંગ્રેસ તરફ વળશે તો ખૂબ મોટું નુકસાન થઈ શકે તેમ છે. એમાં પણ મોટા ભાગના સર્વે માં ભાજપ ને 100 થી 110 સીટ માંડ માંડ મળી શકે તેવું તારણ બહાર આવતા ભાજપની શાખ પણ દાવ પર લાગી છે. ત્યારે પ્રથમ તબક્કા ની મતદાનમાં હવે આજે સાંજે પ્રચાર બંધ થવાનો છે ત્યારે ભાજપ ડેમેજ કેન્ટ્રોલ કરવા માટે શુ પગલાં ભરે છે તે જોવું રહ્યું. ત્યારે હજુ પણ પાસ અને હાર્દિક પટેલ ની ટીમ છેલ્લી કલાકો સુધી ભાજપ વિરુદ્ધ પ્રચાર નું કામ ચાલુ રાખી શકે તેવી યોજના કોંગેસ દ્વારા તૈયાર કરવામાં આવી છે. તે કોંગેસ માટે પ્લસ પોઇન્ટ સાબિત થઈ શકે છે.

English summary
before gujarat elections bjp worried as people showing less response towards bjp. Read more here..

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.