વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે SMCએ ૪ થી ૫ કરોડ ખર્ચ્યા!

Subscribe to Oneindia News

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. અને સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે કાર્યક્રમો છે. જેને લઇ સુરતમાં તડામાર તૈયારી ચાલી રહી છે. સુરતને દુલ્હનની જેમ સજાવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા ૪ થી ૫ કરોડ જેટલો ખર્ચ થયો છે! સુરતમાં નરેન્દ્ર મોદી ૧૧ કિમી રેલી કાઢવાના છે. ઓપન જીપમાં નરેન્દ્ર મોદી બેસી આ રેલી કાઢશે. રેલીના રૂટ પર રોડ અને સર્કલનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું છે. ડિવાઈડરને કલર સહિત રોડની આજુબાજુ વ્યવસ્થા કરી છે. વળી, સરકારી મિલકતો પર રોશની કરવામાં આવી રહી છે.

surat

નોંધનીય છે કે આજ પહેલા પણ જ્યારે જ્યારે વડાપ્રધાન ગુજરાત આવ્યા છે. તેમની માટે કરીને જે તે સ્થળો આગળ મોટા ખર્ચા કરવામાં આવ્યા છે. ત્યારે લોકોના પૈસા આટલો તામજામ બતાવવો કેટલો યોગ્ય છે તે પણ એક સવાલ છે. 4 થી 5 કરોડ રૂપિયા જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે SMCએ ખર્ચ્યા છે તેનો ઉપયોગ લોકોના હિત માટે કામો પણ થઇ શક્યો હોત!

English summary
Before PM Narendra Modi arrival at Surat SMC spent SMC 4 to 5 million on decoration.
Please Wait while comments are loading...